સોશિયલ મીડિયા પર એક હદીષ ખૂબ વાયરલ થઈ રહી છે કે :
" રસુલુલ્લાહ ﷺ એ ફરમાવ્યું કે હે ફાતિમાؓ ! જ્યારે કોઈ મોમીન મર્દ અથવા ઔરત વિત્રની નમાઝ પછી બે સજ્દહ્ કરે અને બંન્ને સજ્દહમાં પાંચ - પાંચ વખત પઢે.
" سبوح قدوس رب الملائكة والروح "
તો તેનું માથું ઉઠાવતાં પહેલા અલ્લાહ તઆલા તેના બધા જ ગુનાહ મીટાવી દેશે, અને તેને ૧૦૦ હજ, ૧૦૦ ઉમરહ્ અને ૧૦૦ શહીદોનો ષવાબ અર્પણ ફરમાવશે. અને અલ્લાહ તઆલા તેના માટે એક હજાર ફરિશ્તા નક્કી કરશે જેઓ તેના માટે નેકીઓ લખતા રહેશે, અને તેને એક હજાર ગુલામ આઝાદ કરવાનો ષવાબ મળશે, અલ્લાહ તઆલા તેને એવો વ્યક્તિ બનાવી દેશે જેની દુવા કોઈ દિવસ રદ્દ નહીં થાય, કયામતના દિવસે ૬૦ જહન્નમીઓ વિષે તેની સિફારીસ કબૂલ ફરમાવશે અને તે વ્યક્તિ જ્યારે પણ મૃત્યુ પામશે તો શહાદતની મોત નસીબ થશે.
શુદ્ધિકરણ :-
ઉપરોક્ત વાત જે હદીષના નામે પ્રચલિત છે તે બેબુનિયાદ અને મનઘડત છે. તેમાં બયાન કરેલી ફઝિલત કોઈ પણ ભરોસાપાત્ર કિતાબોમાં મૌજુદ નથી. ફિક્હ ( મસાઈલ ) ની અમુક કિતાબોમાં તેનો ઉલ્લેખ મળે છે પરંતુ સાથે તેનું મનઘડત હોવાનું પણ લખાણ મળે છે.
તે માટે તેને બયાન કરવું તેમજ તેને સાચું સમજવું જાઈઝ નથી.
[લેખક :- શૈખ તલહા બિલાલ અહમદ મનિયાર હફિઝહુ'લ્લાહ]
-------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59