The message (પયગામ) નામી ફિલ્મ વિષે

Ml Fayyaz Patel
0
     થોડાક વર્ષો પહેલા The message નામી એક ફિલ્મ રીલીઝ થઈ હતી. જેમાં રસુલુલ્લાહﷺ ના જીવન ચરિત્ર પરથી આખી ફિલ્મ બનાવી છે. ભલે તેમાં રસુલુલ્લાહﷺ ની તસ્વીર તો નથી બતાવી પણ અમુક યહૂદીઓ એ હઝરત હમઝાؓ, હઝરત બીલાલ વગેરે સહાબાનો રોલ ભજવ્યો હોય છે.
     એવી જ રીતે હઝરત યુસુફؐ, હઝરત મુસાؐ હઝરત ઈસાؐ વગેરે નબીઓ ના જીવન ચરિત્ર પર પણ ફિલ્મો બનીને રીલીઝ થઇ છે. અમુક લોકો તેને ઈસ્લામિક વિડિઓ તથા ફિલ્મ સમજી તેને જોવાનું જઈઝ અને સવાબને પાત્ર કામ સમજે છે.
શુદ્ધિકરણ :-
     આમ તો ફિલ્મ જોવી ના જાઈઝ અને મોટો ગુન્હો છે. પરંતુ નબીઓ તથા સહાબાના જીવન ચરિત્ર પર બનેલી ફિલ્મ જોવી ગુનાહને વધારે ખતરનાક બનાવે છે.
      કેમ કે ઉપરોક્ત વર્ણન કરેલ ફિલ્મમાં સૌથી મોટી ખરાબી આછે કે તેમાં યહૂદીઓએ નબીઓ તથા સહાબાનો રોલ ભજવ્યો હોય છે. ફિલ્મ જોયા પછી જ્યારે પણ આપણે કોઈ નબી તથા સહાબીનું નામ સાંભળીસું તો તરત જ દિમાગમાં તે યહૂદીનો ચહેરો ખ્યાલમાં આવી જશે જેણે તે નબી અથવા સહાબીનો રોલ ભજવ્યો હશે.
      અને આ કેટલી ખતરનાક વાત કહેવાય કે જ્યારે પણ તે નબી અથવા સહાબીનું નામ સાંભળીસું કે તરત જ તે યહૂદી કાફિરનો ચહેરો દિમાગમાં આવી જાય.
     તે માટે આવી ફિલ્મોને ન માત્ર ઈસ્લામિક અને સવાબને પાત્ર સમજવું મૂર્ખપણું છે. બલ્કે તેને જોવું ના જાઈઝ, હરામ અને ઘણો જ મોટો ગુન્હો છે.
[મુહક્કક, મુદલ્લલ જદીદ મસાઈલ : ૨ / ૭૪૭]
----------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)