અમુક લોકો કોઈ બિમારીના કારણે પોતાની જીંદગીમાં છૂટેલી નમાઝોનો ફિદીયો પોતાની જીંદગીમાં જ આપતા હોય છે. જ્યારે કે આ શરઈ દ્રષ્ટિએ દુરુસ્ત નથી.
નમાઝનો ફિદીયો આપવો ક્યારે જાઈઝ રહેશે..?
આ વિષે એક વાત સમજી લેવી જોઈએ કે જે વ્યક્તિની નમાઝો છૂટી હોય તે વ્યક્તિની નમાઝોનો ફિદીયો આપવાનો વખત અને સમય તે વ્યક્તિના મરણ પછીનો છે. કેમ કે તે વ્યક્તિ માટે પોતાની નમાઝોનો ફિદીયો પોતાની જીંદગીમાં આપવો જાઈઝ નથી, ભલે તે ગમે તેવી બિમારીમાં સપડાયો હોય, ચાહે તે બિમારીમાં મરણનું યકીન કેમ ન હોય, તો પણ પોતાની જીંદગીમાં આપવો જાઈઝ નથી. જીંદગીમાં તો પોતાની છૂટેલી નમાઝોની કઝા કરવાની જ કોશિશ કરવી જોઈએ.
હાં ! તે વ્યક્તિના પોતાની જીંદગીમાં પોતાના વારસદારો ને પોતાની નમાઝોનો ફિદીયો આપવાની વસિયત કરવી વાજીબ છે.
☜ ولو فدی عن صلاته في مرضه لا یصح الخ۔۔۔
(در مختار مع شامی ۲ : ۵۳۵)
☜ قوله : ” لا یصح “: فیجب علیه الوصیة۔
(حاشیة الطحطاوی علی الدر ۱ : ۳۰۸)
એક નમાઝનો ફિદીયો કેટલો થાય..?
એક નમાઝનો ફિદીયો ૧ કિલો ૬૩૩ ગ્રામ ( અંદાજીત પોણા બે કિલો ) ઘઉં અથવા તેની કિંમત અથવા તે કિંમતની બીજી કોઈ વસ્તુ આપી શકાય છે.
➤ દિવસની પાંચ નમાઝ સાથે સાથે વિત્રની નમાઝનો ફિદીયો પણ અલગથી આપવો જરૂરી છે.
➤ ફિદીયો તેમને જ આપવો જરૂરી છે જેઓ ઝકાતના હકદાર છે.
➤ જે દિવસે ફિદીયો આપવામાં આવે તે દિવસે ઘઉંની જે કિંમત ચાલતી હોય તે કિંમત પ્રમાણે આપવો જરૂરી છે.
તે માટે ઉપરોક્ત હિદાયત પ્રમાણે અમલ કરવો જરૂરી રહેશે.
[ઈસ્લાહે અગ્લાતુ'લ્ અવામ : સીલસીલા નંબર ૪૧૪ & ઑનલાઇન ફતાવા દેવબંદ]
-------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59