આજકાલ મુસ્લિમ સમાજમાં આ રીવાજ ખૂબ જ વધી રહ્યો છે કે જે ઘરમાં છોકરો પેદા થાય છે તો તેના સગાસંબધી તેના માટે સોનાની વીંટી બનાવી ભેટ તરીકે આપે છે, અને થોડાક સમય વીત્યા પછી તેના માતા પિતા તેને પહેરાવતા હોય છે.
શુદ્ધિકરણ :-
આ વિષે શરઈ આદેશ આ છે કે જેવી રીતે બાલીગ મર્દો માટે સોનાની વીંટી પહેરવી જાઈઝ નથી એવી જ રીતે ના બાલીગ છોકરા માટે પણ પહેરવી જાઈઝ નથી.
અને જો ના બાલીગ છોકરાને પહેરાવવામાં આવી તો તેનો ગુન્હો પહેરાવનારને થશે.
الدر المختار : ( وَكُرِهَ إلْبَاسُ الصَّبِيِّ ذَهَبًا أَوْ حَرِيرًا)؛ فَإِنَّ مَا حَرُمَ لُبْسُهُ وَشُرْبُهُ حَرُمَ إلْبَاسُهُ وَإِشْرَابُهُ.
رد المحتار : ( قَوْلُهُ وَكُرِهَ إلَخْ...) لِأَنَّ النَّصَّ حَرَّمَ الذَّهَبَ وَالْحَرِيرَ عَلَى ذُكُورِ الْأُمَّةِ بِلَا قَيْدِ الْبُلُوغِ وَالْحُرِّيَّةِ، وَالْإِثْمُ عَلَى مَنْ أَلْبَسَهُمْ؛ لِأَنَّا أُمِرْنَا بِحِفْظِهِمْ۔
તે માટે આવા રીવાજોથી ખૂબ જ બચવાની જરૂર છે.
[ઈસ્લાહે અગ્લાતુ'લ્ અવામ : સીલસીલા નંબર ૧૪]
-----------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59