જુમ્માની રાત્રે પઢવામાં આવતા એક દુરૂદ શરીફની તહકીક

Ml Fayyaz Patel
0
   નિમ્ન લિખિત દુરૂદ શરીફ હદીષના નામે ખૂબ જ પ્રચલિત થઈ રહ્યું છે, જેની ફઝીલતમાં બયાન કરવામાં આવે છે કે " જે વ્યક્તિ જુમ્માની રાત્રે દસ વખત પઢશે તો દસ કરોડ ગુનાહો માફ થશે, દસ કરોડ નેકીઓ મળશે અને દસ કરોડ દરજ્જા બુલંદ થશે. "
عن عبدالله بن عباس قال: من قال ليلةَ الجمعةِ عشرَ مِرارٍ: يا دائمَ الفضلِ على البريَّةِ، يا باسطَ اليدَيْن بالعطيَّةِ، يا صاحبَ المواهبِ السَّنيَّةِ، صلِّ على محمَّدٍ خيرِ الورى بالسجيَّةِ، واغفِرْ لنا ذا العُلى في هذه العشيَّةِ، كتب اللهُ عزَّ وجلَّ له مائةَ ألفِ ألفِ حسنةٍ، ومحا عنه مائةَ ألفِ ألفِ سيِّئةٍ، ورفع له مائةَ ألفِ ألفِ درجةٍ، فإذا كان يومُ القيامةِ زاحم إبراهيمَ الخليلَ في قُبَّتِه۔
શુદ્ધિકરણ :-
   ઉપરોક્ત હદીષના નામે જે દુરૂદ શરીફ છે તેના શબ્દો ભલે દુરુસ્ત છે પરંતુ તેની સનદ કોઈ પણ હદીષની કિતાબમાં મળતી નથી, તેમજ અમુક ઉલમા જેમ કે અલ્લામા સખાવીؒ, અલ્લામા ઈબ્ને હજર હયષમીؒ વગેરેએ જુઠી અને મનઘડત બતાવી છે.
    તે માટે ઉપરોક્ત વાતની નિસ્બત રસુલુલ્લાહ ﷺ તરફ કરવી તેમજ તેની ફઝીલતને સાબિત સમજવી દુરુસ્ત નથી.
[તહકીકાતે શૈખ હસ્સાન સાહબ હફિઝહૂલ્લાહ]
---------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)