ફજરની બે રકાત સુન્નત ઘરે પઢવાની ફઝીલત વિષે તહકીક

Ml Fayyaz Patel
0
   હદીષના નામે આ વાત પણ ખૂબ જ પ્રચલિત થઈ રહી છે કે જે વ્યક્તિ ફજરની બે રકાત સુન્નત ઘરે પઢીને આવશે તો તેના માટે ત્રણ મોટા મોટા ઈનામો મળશે. જે નિમ્ન પ્રમાણે છે.
➊ રોઝી વિશાળ અને બહોળી થશે.
➋ ઘરમાંથી ઝઘડો અને કંકાસ દૂર થશે.
➌ ઈમાન પર ખાતિમો થશે.
શુદ્ધિકરણ :-
   ઉપરોક્ત વાત ફિક્હ (મસાઈલ) ની મશ્હૂર કિતાબ " મરાકિયુ'લ્ ફલાહ " માં વર્ણવેલી મળે છે. પરંતુ ત્યાં આ વાતની કોઈ જ સનદ વર્ણવેલી નથી, તેમજ બીજી કોઈ પણ હદીષની ભરોસાપાત્ર કિતાબોમાં ઘણી તલાશ પછી પણ આ હદીષ તેમજ તેની સનદ વર્ણવેલ મળતી નથી.
   અલબત્ત અલ્લામા સખાવી રહ. એ પોતાની કિતાબ " અ'લ્ અજ્વિબતુ'લ્ મરઝીય્યહ " માં આ હદીષને બેબુનિયાદ બતાવી છે.
નોંધ :- આ વાત યાદ રહે કે ભલે આ હદીષ" મરાકિયુ'લ્ ફલાહ " માં મૌજુદ છે જે મસાઈલની કિતાબ છે. પરંતુ તેની સનદ ન હોવાને કારણે આ હવાલો પૂરતો અને કાફી નથી.
    તે માટે ઉપરોક્ત વાતને હદીષના નામે બયાન કરવી તેમજ તેને ફેલાવવી દુરુસ્ત નથી.
[તનબિહાત]
---------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)