પડદા વગરની સ્ત્રીની નમાઝ કબૂલ ન થવા વિષે એક હદીષ પ્રત્યે ગેરસમજ

Ml Fayyaz Patel
0
   અત્યારે સોશિયલ મીડિયા પર એક વાત ખૂબ વાયરલ થઈ રહી છે કે હદીષમાં આવે છે કે " જે સ્ત્રી પડદો નથી કરતી તેની નમાઝ કબૂલ નથી થતી. " (અબૂ દાઉદ / ૬૪૧)
શુદ્ધિકરણ :-
   ઉપરોક્ત હદીષનો જે હવાલો આપ્યો છે તે બિલકુલ દુરુસ્ત છે પરંતુ હદીષના અનુવાદ અને ભાષાંતરમાં કોઈએ ગડબડ અને ખયાનત કરી છે જેના લીધે હદીષનો ભાવાર્થં બિલકુલ બદલાઈ ગયો છે. હદીષ અને તેનો દુરુસ્ત તર્જુમો નીચે પ્રમાણે છે.
قَالَ النَّبِيِّ ﷺ ‌‌‌‌‌‏: لَا يَقْبَلُ اللَّهُ صَلَاةَ حَائِضٍ إِلَّا بِخِمَارٍ۔
(અબૂ દાઉદ / ૬૪૧)
બાલીગ સ્ત્રીની નમાઝ ઓઢ઼ણી વગર કબૂલ થતી નથી.
   આ તર્જુમો બિલકુલ સહીહ અને દુરુસ્ત છે, અને હદીષનો મતલબ પણ સાફ સમજમાં આવી જાય છે કે જે સ્ત્રી ઓઢણી વગર એટલે કે માથું છુપાવ્યા વગર નમાઝ પઢે છે તેની નમાઝ કબૂલ થતી નથી. ખબર પડી કે આ હદીષ નમાઝ દરમિયાન માથું છુપાવવા વિષે છે. તે માટે તેનો ગલત અનુવાદ કરી આમ સમજવું કે જે સ્ત્રી પડદો નથી કરતી તેની નમાઝ કબૂલ નથી થતી બિલકુલ ખોટું છે.
   હાં ! આ વાત બિલકુલ અલગ છે કે સ્ત્રીઓ માટે પડદો કરવો શરઈ દ્રષ્ટિએ બિલકુલ જરૂરી છે જેનો ઉલ્લેખ કુર્આનની બેશુમાર આયતો અને હદીષોમાં મૌજુદ છે. પરંતુ આ હદીષ માત્ર નમાઝ દરમિયાન માથું છુપાવવા વિષે છે.
  તે માટે ઉપરોક્ત હદીષના લીધે એવું સમજવું કે પડદા ન કરનાર સ્ત્રીની નમાઝ કબૂલ નથી થતી દુરુસ્ત નથી, કેમ કે હદીષ દરમિયાની નમાઝ વિષે છે.
[ઑનલાઇન ફતાવા જામિઆ બિન્નોરી ટાઉન]
-----------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)