અમુક લોકો એવું સમજે છે કે માત્ર લોહી નિકળવા પર વુઝૂ તૂટી જાય છે જ્યારે કે આ વાત સંપૂર્ણપણે દુરુસ્ત નથી.
શુદ્ધિકરણ :-
લોહી નિકળવા પર વુઝૂ તુટવા વિષે શરઈ નિયમ આ છે કે " માત્ર લોહી નિકળવા પર વુઝૂ નહીં તૂટે, બલ્કે એટલા પ્રમાણમાં નિકળે કે તે પોતાની જગ્યાએ થી વહેતું થઈ જાય તો વુઝૂ તૂટી જશે "
📖 وفي الدر المختار : الْمُرَادُ بِالْخُرُوجِ مِنَ السَّبِيلَيْنِ مُجَرَّدُ الظُّهُورِ وَفِي غَيْرِهِمَا عَيْنُ السَّيَلَانِ وَلَوْ بِالْقُوَّةِ۔
તે માટે લોહી માત્ર ઘા ( જખમ ), ફોલ્લી વગેરે પર જાહેર થાય અને તે ઘા, ફોલ્લી વગેરે પર થી આગળ વહેતું ન થાય તો વુઝૂ તૂટ઼શે નહીં, અને જો વહેતું થઈ જાય તો વુઝૂ તૂટી જશે.
➤ નોંધ :- ન વહેવાનો મતલબ આ છે કે તે સ્વયમ ન વહે. નહિંતર જો આપણે તેનો વહેવાનો રસ્તો બંધ કરી દઈએ કંઈક વસ્તુ ( રૂ, પટ્ટી વગેરે ) મુકીને કે જો આપણે કોઈ વસ્તુ ન મુકતા તો તે જરૂર વહી જતું તો આ સુરતમાં ન વહેવાથી પણ વુઝૂ તૂટી જશે.
ઉપરોક્ત વાતથી ખબર પડી કે વુઝૂ તૂટવા માટે લોહીનું વહેવું જરૂરી છે. માત્ર લોહી નિકળવા અથવા જાહેર થવા પર વુઝૂ તૂટશે નહીં.
[ઈસ્લાહે અગ્લાતુ'લ્ અવામ & ઑનલાઇન ફતાવા દેવબંદ & ઓનલાઇન ફતાવા બિન્નોરી ટાઉન]
-------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59