મૃત્યુની તકલીફથી બચવાના અમલ વિષે હુઝૂર ﷺ ના કિસ્સાની તહકીક

Ml Fayyaz Patel
0
   સોશિયલ મીડિયા પર હદીષના નામે એક કિસ્સો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જે આ મુજબ છે. " જ્યારે રસુલુલ્લાહ ﷺ નો મૃત્યુનો સમય નજદીક આવ્યો તો આપ ﷺ એ હઝરત ઈઝરાઈલؑ ને પુછ્યું કે શું મારી ઉમ્મતે પણ મૃત્યુની તકલીફ બરદાસ્ત કરવી પડશે ? તો હઝરત ઈઝરાઈલؑ એ હાં ! કહ્યું, આ સાંભળીને આપ ﷺ ની આંખોમાં થી આંસુ વહેવા લાગ્યા.
   આ જોઈ અલ્લાહ તઆલાએ ફરમાવ્યું કે હે મુહમ્મદ ! જો તમારી ઉમ્મત દરેક નમાઝ પછી આયતુ'લ્ કુર્સી પઢશે તો મૃત્યુ વખતે તેનો એક પગ દુનિયામાં અને બીજો પગ જન્નતમાં હશે.
શુદ્ધિકરણ :-
   ઉપરોક્ત રસુલુલ્લાહ ﷺ તરફ સંબોધિત કિસ્સો ઘણી તલાશ પછી પણ હદીષોની કોઈ પણ પ્રકારની કિતાબોમાં વર્ણવેલ મળતો નથી, તે માટે તેને બયાન તેમજ શેયર કરવાથી બચવું જોઈએ.
   અલબત્તા આયતુ'લ્ કુર્સીની ફઝીલત સહીહ હદીષમાં આ રીતે આવી છે કે :
☜ قَالَ النَّبِيُّ ﷺ : مَنْ قَرَأَ آيَةَ الْكُرْسِيِّ فِي دُبُرِ كُلِّ صَلَاةٍ مَكْتُوبَةٍ لَمْ يَمْنَعْهُ مِنْ دُخُولِ الْجَنَّةِ إِلَّا أَنْ يَمُوتَ۔
(الترغيب والترہیب للمنذری : ۲ / ۴۴۸ ، ۲۲۷۳)
➻ તર્જુમો :- રસુલુલ્લાહ ﷺ એ ફરમાવ્યું કે જે વ્યક્તિ દરેક ફર્ઝ નમાઝ પછી આયતુ'લ્ કુર્સી પઢશે તો તેને જન્નતમાં દાખલ થવાથી મૃત્યુ સિવાય કોઈ વસ્તુ રોકી નથી શકતી.
   તે માટે જે હદીષ સાબિત છે તેને બયાન કરવી જોઈએ, ના કે તે જે સાબિત ન હોય.
[તન્બિહાત : ૧ / ૨૦૪]
----------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)