અલ્લાહનું નામ તથા શીર્કીયહ્ શબ્દો પર આધારિત ગાયનનો (સંગીતનો) હુકમ

Ml Fayyaz Patel
0

સવાલ :- ૧
     તે સંગીત જેમાં અલ્લાહનું નામ લેવામાં આવે છે તેનો શરઈ દ્રષ્ટિએ શું હુકમ છે ? 
જવાબ :-
     ફિલ્મોમાં અલ્લાહ તઆલાના પાક નામનો ઉપયોગ તે પણ એવા દૃશ્યોમાં જે નાજાઈઝ પ્રેમકથાના સંબંધોને ઉજ્જવળ કરનારા અને શહવત થી ભરેલા હોય. ત્યારે અલ્લાહ તઆલાના પાક નામનો ઉપયોગ તિરસ્કાર અને અપમાનજનક છે. જે શરઈ દ્રષ્ટિએ ઈમાનને ત્યાગ કરવાને પાત્ર છે. ફતાવા આલમગીરીમાં છે કે :
      જે વ્યક્તિ અલ્લાહ તઆલા માટે એવા શબ્દો બોલે જે તેની માન મર્યાદાની વિરૂદ્ધ હોય અથવા અલ્લાહ તઆલાના નામોમાથી કોઈ નામ અથવા આદેશોમાંથી કોઈ આદેશની મજાક ઉડાવે તો તે ઈમાનથી હાથ ધોઈ બેસે છે. (૨ / ૨૬૭)
સવાલ :- ૨
     તે સંગીત જેમાં શીર્કીયહ્ શબ્દો હોય તેવા સંગીતને ગાવાથી તે વ્યક્તિ ઈમાનથી નિકળી જશે ? 
જવાબ :-
     શીર્કીયહ્ શબ્દો પર આધારિત સંગીત ગાનાર વ્યક્તિના ત્રણ પ્રકાર છે અને ત્રણેયનો હુકમ અલગ અલગ છે જે નિમ્ન લિખિત છે.
(૧) ગાનાર વ્યક્તિને કુફ્રીયા શબ્દોની ખબર હોવા છતાં તે સંગીતના શબ્દોનો ઉચ્ચાર પોતાની જુબાન વડે કરશે. (ભલે તે મજાકમાં કરે અથવા ખરેખર) તો તે કાફીર થઈ જશે.
(૨) જબરદસ્તી કરાવવામાં આવે અથવા ભૂલથી ગવાય જાય તો તે કાફીર થશે નહીં.
(૩) ગાનાર વ્યક્તિ સંગીત તો પોતાની મરજીથી ગાય છે પરંતુ તેને ખબર નથી કે આ શબ્દો કુફ્રીયા છે. તો તે વ્યક્તિના ઈમાનથી નિકળી જવાની બાબતમાં ઉલમાનો મતભેદ છે.
    અમુક આલીમોના નજદીક તે કાફીર થઈ જશે. અને અમુકના નજદીક નહીં થાય.
       તે માટે જે સુરતમાં તે વ્યક્તિ બધાના નજદીક કાફિર થઈ જાય છે તેમાં તેના કરેલા બધા અમલો નકામા થઈ જશે અને નિકાહ પણ તુટી જશે. તેના માટે ફરીથી ઈમાન તૌબા અને નિકાહ જરૂરી રહેશે.
     અને જે સુરતમાં ઉલમાનો મતભેદ છે તેમાં હુકમ આ છે કે તે તૌબા કરીને ફરીથી નિકાહ પઢી લે.
 [મહ્મુદુ'લ ફતાવા : ૪ / ૮૩, ૮૪,૮૫,૮૬]
-------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)