દાઢી અને મુછોવાળી સ્ત્રી મનહૂસ હોવા વિષે

Ml Fayyaz Patel
0
     લોકોમાં આ વાત પણ ખૂબ જ પ્રચલિત છે કે જે સ્ત્રીઓ ને દાઢી અને મુછ હોય છે તે સ્ત્રીઓ મનહૂસ હોય છે.
શુદ્ધિકરણ :-
     ઉપરોક્ત વાત બિલકુલ બેબુનિયાદ, મનઘડત અને ખોટી માન્યતા પર આધારિત છે. શરઈ દ્વષ્ટિએ આવી વાત કહેવી દુરુસ્ત નથી. કેમકે ઈસ્લામમાં નહૂસતનો તસવ્વુર (ખ્યાલ) નથી. આ તો માત્ર અંધશ્રદ્ધા છે. બલ્કે કોઈ પણ વસ્તુ પ્રત્યે આ રીતે અપશુકન જાઈઝ નથી. હદીષમાં આવે છે કે :
તર્જુમો :- હઝરત અબૂ હુરૈરહ્ રદી. બયાન કરે છે કે એક રોગનું બીજાને લાગવાની કોઈ હકીકત નથી, અપશુકન જાઈઝ નથી અને નજર લાગવી હક ( સાચું ) છે.
عَنْ أَبِي هُرَيْرَةَؓ مرفوعا : لَا عَدْوَى وَلَا طِيَرَةَ وَالْعَيْنُ حَقٌّ۔
(السلسلة الصحيحة : ١١٣٩)
     તેથી આ રીતે કોઈ વસ્તુ પ્રત્યે નહુસત તથા અપશુકન નો અકીદો ધરાવવો જાઈઝ નથી.
[ફતાવા જામિઆ બિન્નોરી ટાઉન]
-------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)