કેળા છોલવાની સુન્નત રીત વિષે

Ml Fayyaz Patel
0
     લોકોમાં આ વાત પણ ખૂબ જ પ્રચલિત છે કે કેળાં નીચેની તરફથી છોલીને ખાવા સુન્નત છે. અને આ અમલને રસુલુલ્લાહ ﷺ નો અમલ બતાવવામાં આવે છે.
શુદ્ધિકરણ :-
     હદીષની કિતાબોમાં કેળા વિષે એવો કોઈ ઉલ્લેખ નથી મળતો જેમાં રસુલુલ્લાહ ﷺ એ કહ્યું હોય કે કેળા નીચેની તરફથી છોલીને ખાવું જોઈએ. અથવા પોતે રસુલુલ્લાહ ﷺ એ ખાધું હોય. જેથી તેને સુન્નત કહી શકાય.
      શક્ય છે કોઈ આલીમે ઉપરોક્ત રીતને અદબ બતાવ્યો હોય અને સાંભળનારા અદબ અને સુન્નતનો ફરક સમજ્યા વગર જ તેને સુન્નત સમજીને આગળ નકલ કરવાનું શરૂ કરી દીધું હોય. તે માટે દરેક વાત સમજ્યા વગર નકલ ન કરવી જોઈએ.
     અને કેળા છોલવાનો વાસ્તવિક રીતે અદબ આ છે કે જે તરફથી છોલવું આસાન હોય એ રીતે છોલવું જોઈએ.
[ઑનલાઇન ફતાવા દા. દેવબંદ]
--------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)