અઢાર હજાર (૧૮,૦૦૦) મખ્લુકાત હોવા વિષે તહકીક

Ml Fayyaz Patel
0
     આ વાત પણ લોકોમાં ઘણી પ્રચલિત છે કે અલ્લાહ તઆલાએ આ દુનિયામાં અઢાર હજાર (૧૮,૦૦૦) મખ્લુકાત પેદા કરી છે.
શુદ્ધિકરણ :-
     ઉપરોક્ત રિવાયત હકીકતમાં મખ્લુકાતના બારામાં નથી. બલ્કે અલ્લામા સૂયુતિએ સુરએ ફાતિહાની એક આયત “ અલ્હમ્દુ લિલ્લાહી રબ્બી'લ્ આલમીન ” માં મૌજુદ " આલમ " ની ગણતરીના બારામાં અલગ અલગ સહાબા અથવા તાબિઈનનાં અભિપ્રાય વ્યક્ત કર્યા છે.
     જેમા એક અભિપ્રાય હઝરત વહબ ؒ નોં વ્યકત કરતાં લખ્યું છે કે અલ્લાહ તઆલાએ કુલ અઢાર હજાર (૧૮,૦૦૦) " આલમ " પેદા કર્યા છે. અને તેમાં આખી પૃથ્વી માત્ર એક "આલમ" છે.
     તે માટે આમ કહેવું કે "અલ્લાહ તઆલાએ કુલ અઢાર હજાર (૧૮,૦૦૦) મખ્લુકાત પેદા કરી છે." દુરુસ્ત નથી.
ફાયદો: - આલમના બારામાં બીજા અમુક સહાબાના પણ અભિપ્રાયો છે.
હઝરત ઈબ્ને અબ્બાસؓ  : - સીત્તેર હજાર (૭૦,૦૦૦).
હઝરત અબુ સઈદ ખૂદ્રીؓ  : - ચાલીસ હજાર (૪૦,૦૦૦).
હઝરત સઈદ ઈબ્ને મુસય્યિબؒ  : - એક હજાર (૧,૦૦૦).
[ગેર મુસ્તનદ અહાદીષ : સફા.૧૫૪]
----------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)