આ વાત પણ લોકોમાં ઘણી પ્રચલિત છે કે આલ્કોહોલ મીક્સ પરફ્યુમ તથા અત્તર વાપરવું ના જાઈઝ છે. અને જે કપડા પર લગાવવામાં આવે તે કપડાંમાં નમાઝ થતી નથી.
શુદ્ધિકરણ :-
આલ્કોહોલ મીક્સ પરફ્યુમ તથા અત્તરનો સંપૂર્ણ રીતે તે હુકમ નથી જે લોકોમાં પ્રચલિત છે. બલ્કે તેનો હૂકમ આ છે કે જો તે આલ્કોહોલ ખજુર અને દ્વાક્ષની નપાક શરાબથી બનાવવામાં આવે તો તે આલ્કોહોલ નપાક તથા તેનો ઉપયોગ ના જાઈઝ કહેવાશે.
પરંતુ તે આલ્કોહોલ ખજુર અને દ્વાક્ષ સિવાય મકાઈ, જવાર, બટાકા, ચોખા વગેરેની પાક શરાબથી બનાવવામાં આવે તો તે પાક તથા તેનો ઉપયોગ જાઈઝ કહેવાશે. અને જે કપડામાં લગાવવામાં આવે તે કપડામાં નમાઝ પણ દુરુસ્ત કહેવાશે.
નોંધ : - અહ્સનુ'લ ફતાવાના લેખકનું કહેવું છે કે શુદ્ધિથી(તહકીક) આ વાત ખબર પડી છે કે આજકાલ આલ્કોહોલની બનાવટ માટે ખજુર અને દ્રાક્ષનો ઉપયોગ નથી થતો.
[અ'લ મસાઈલુ'લ મુહિમ્મહ : ૧ / ૧૩૨]
-----------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59