કાઅબા અથવા મસ્જીદે નબવીની તસ્વીર વાળા મુસલ્લહ પર નમાઝ પઢવા વિષે

Ml Fayyaz Patel
0
     આ વાત પણ વધુ પ્રમાણમાં સાંભળવામાં આવે છે કે એવા મુસ઼લ્લહ્ જેની ઉપર કાઅ્બા અથવા મસ્જીદે નબવીની તસ઼્વીર હોય નમાઝ પઢવી જાઈઝ નથી.
શુદ્ધિકરણ :-
     ઉપરોક્ત વાત સંપૂર્ણપણે દુરુસ્ત નથી બલ્કે અમુક કારણોના લીધે તેની ઉપર નમાઝ પઢવી જાઈઝ છે. જે નિમ્ન લિખિત છે.
(૧) નિર્જીવ વસ્તુની તસ઼્વીર નમાઝ માટે વાંધાજનક નથી.
(૨) અસલ કાઅ્બા અને મસ્જીદે નબવીની ઉપર નમાઝ પઢવી જાઈઝ છે તો તેની તસ઼્વીર પર પણ પઢવી જાઈઝ છે.
(૩) નમાઝ દરમિયાન તેની ઉપર માથું મુકવામાં આવે છે જેમા તેનું સન્માન છે ન કે અપમાન.
(૪) તસ઼્વીરનો હુકમ સંપૂર્ણપણે અસલ કાઅ્બા જેવો નથી.
નોંધ: - પરંતુ આ વાતનો ખ્યાલ રાખવામાં આવે કે તેના પર પગ ન પડે જેમાં બેઅદબી નો ભય છે.
[અ'લ મસાઈલુ'લ મુહિમ્મહ ૩ / ૬૬]
-------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)