ચોરીની વસ્તુ ખરીદવા વિષે

Ml Fayyaz Patel
0
     આ વાત પણ લોકોમાં વધુ પ્રમાણમાં જોવામાં આવે છે કે તેઓ સસ્તા ભાવે વસ્તુઓ મળી જવાના કારણે ચોર બજારમાં થી વસ્તુઓ ની ખરીદી કરે છે. અને જો તેઓને કહેવામાં આવે કે આ તો ચોરીની છે. તો તેઓ કહે છે કે ભલે ચોરીની છે પરંતુ અમે તો તેની ખરીદારી પૈસા આપીને કરી છે. તે માટે અમારા માટે હલાલ છે.
શુદ્ધિકરણ :-
     સૌથી પહેલા તો વેંચાણ અને ખરીદી વિષે એક શરઈ નિયમ સમજી લેવો જોઈએે કે :
" જે પણ વસ્તુ વેચવામાં આવે તે વસ્તુ પર વેચનાર વ્યક્તિની માલિકી હોવી જરૂરી છે."
     જ્યારે કે અહીંયા વેચનાર જે વસ્તુ વેચે છે તે વસ્તુ પર ન તેની માલિકી હોય છે અને ન તેનો ઉપયોગ તેના માટે હલાલ હોય છે. તો પછી એવી વસ્તુ જે તેની (ચોરની) છે જ નથી તો તેના માટે ન વેચવું દુરુસ્ત રહેશે. અને ન બીજા વ્યક્તિની તે ખરીદી દુરુસ્ત રહેશે.
[અલ્' મસાઈલુ'લ્ મુહિમ્મહ : ૬ / ૨૧૦]
---------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)