ઘણી બધી દુકાનોમાં નોટિસ ના તોર પર લખવામાં આવે છે કે " વેચેલો માલ પાછો લેવામાં નહીં આવે " અને જ્યારે કોઈ કારણસર ગ્રાહક માલ પછો કરવા આવે છે ત્યારે આ નોટિસ બતાવવામાં આવે છે.
શુદ્ધિકરણ :-
જો ખરીદેલા માલમાં કોઈ ખામી નિકળી આવે અથવા માલ જોયા વગર ખરીદ્યો હોય અને પછી કોઈ ખામીની જાણ થાય તો ખરીદનાર ને શરઈ હક મળે છે તેને પાછો કરવાનો જેને શરીયત ની પરિભાષામાં " ખિયારે ઐબ અને ખિયારે રૂઅ્યત " કહે છે. તે માટે દુકાનદાર નું ઉપરોક્ત વાક્ય લખવાથી ખરીદનાર નો આ હક ખતમ નહીં થાય. અને દુકાનદારનું તે માલ પાછો ન લેવો દુરુસ્ત નથી.
હાં ! જો ખરીદનારે માલ બરાબર ચેક કરીને લીધો હોય. તો દુકાનદાર ને હક છે કે તે માલ પાછો ન લે. અને જો તે લઈ લે તો તે તેનો ઉપકાર કહેવાશે.
[અલ્' મસાઈલુ'લ્ મુહિમ્મહ : ૫ / ૨૧૮]
--------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59