આ વાત પણ લોકોમાં ઘણી પ્રચલિત છે કે ખાધા પછી તે જ વાસણમાં જેમા ખાવા ખાધું હોય પાણી નાખીને પીવું સુન્નત છે.
શુદ્ધિકરણ :-
આ વાત બેબુનિયાદ છે. અને હદીષથી પણ આ વાત સાબિત નથી. બલ્કે હદીષમાં તો માત્ર આંગળીઓ અને વાસણને સાફ કરવાનું પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. (મીશ્કાતુ'લ મસાબિહ્...૩૬૩...અન્ જાબીર)
હાં! પ્રખ્યાત વિદ્ધાન ઈમામ ગઝાલીؒ એ પોતાની કિતાબ " ઈહ્યાઉ'લ ઉલૂમ " માં આ વાત નો ઉલ્લેખ કરતા લખ્યું છે કે જે વ્યક્તિ વાસણમાં પાણી નાખીને પીશે તેને એક ગુલામ આઝાદ કરવાનો સ઼વાબ મળશે. (૨/૬ કિતાબ : આદાબુ'લ અક્લી)
પરંતુ સુન્નત હોવાનું કોઈએ પણ નથી કહ્યું તે માટે તેને સુન્નત સમજવાથી બચવું જોઈએ.
[અહમ મસાઈલ ૪ / ૨૨૯]
------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59