તડકામાં ગરમ થયેલા પાણી વડે વુઝૂ કરવા તથા ન્હાવા વિષે

Ml Fayyaz Patel
0
     લોકોમાં આ વાત પણ ઘણી પ્રચલિત છે કે તડકામાં ગરમ થયેલા પાણી વડે વુઝૂ કરવું તથા ન્હાવું ના જાઈઝ છે.
શુદ્ધિકરણ :-
     સૌથી પહેલા તો આ વાત સમજવી જોઈએ કે હન્ફી મસ્લકમાં ઉપરોક્ત મસ્અલહ માં ઉલમાનો મતભેદ છે.
     પરંતુ યોગ્ય વાત મકરૂહે તન્ઝિહી (હલકા દરજાની ના પસંદગી) હોવાની છે. અને તે પણ ત્યારે જ્યારે ગરમ ઈલાકામાં, ગરમ વખતમાં, સોના ચાંદીના સિવાય બીજી કોઈ ધાતુનાં વાસણમાં, ગરમ હોવાની હાલતમાં ઉપયોગ કરવામાં આવે. તો તેનો ઉપયોગ મકરૂહે તન્ઝિહી સાથે જાઈઝ રહેશે.
     નહીંતર (ઉપરોક્ત શર્તો ન હોવાની સુરતમાં) તેનો ઉપયોગ મકરૂહે તન્ઝિહી વગર જાઈઝ રહેશે.
[અહમ મસાઈલ : સફા. ૬ / ૩૯]
------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)