સોશિયલ મીડિયા પર હઝરત અલીؓ, હઝરત હસનؓ અને હઝરત હુસૈનؓ તરફ નિસ્બત કરીને " અક્વાલે ઝર્રીં, હિકમતની વાતો વગેરેના " શિર્ષક હેઠળ ઘણા મંતવ્યો અને વાતો શુદ્ધિકરણ (તહકીક) વગર શેયર કરવામાં આવે છે.
શુદ્ધિકરણ :-
સૌથી પહેલા આ વાત યાદ રાખવી જોઈએ કે શીયોની જમાઅતે ઘણા બધા મંતવ્યોની હઝરત અલીؓ અને હઝરાતે હસનૈનؓ ની તરફ ગલત અને જુઠી નીસ્બત કરી છે.
બીજી વાત કે સહાબؓ ના મંતવ્યો પણ દિનમાં એક મહત્વનું સ્થાન ધરાવે છે. અને દિનના બારામાં જુઠી વાતો ફેલાવવી ના જાઈઝ, હરામ અને ઘણો સખત ગુન્હો છે. અને જો સહાબાની તરફ સંબોધિત મંતવ્ય અક્કલના વિરૂદ્ધ હોય તો તેમાં આ વાતની પણ શક્યતા હોય છે કે આ વાત તેમણે રસુલુલ્લાહ ﷺ થી સાંભળી હશે. ત્યારે ગુનાહમાં વધારે સખતી આવી જશે.
તે માટે હઝરત અલીؓ તથા બીજા કોઈ પણ સહાબીؓ તરફ સંબોધિત મંતવ્ય કે વાત શુદ્ધિકરણ (તહકીક) વગર શેયર કરવું જાઈઝ નથી.
નોંધ :- હઝરત અલીؓ નું જીવન ચરિત્ર તથા વિશ્વાસનીય મંતવ્યો માટે નિમ્ન લિખિત કિતાબોથી ફાયદો ઉઠાવવો જોઈએ.
૧) ઈઝાલતુ'લ ખીફા → હઝરત શાહ વલીઉલ્લાહؒ.
૨) સીરતે ખુલફાએ રાશિદીન → મૌલાના અબ્દુ'શ્ શકુર સાહેબ ફારૂકી.
૩) ખુલફાએ રાશિદીન → મૌલાના મોઈનુદ્દીન સાહેબ નદવી.
[અ'લ્ મસાઈલુ'લ મુહીમ્મહ્ : ૯/૨૭૩ & ફતાવા દા.ઉ.]
-------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59
