પત્નીનું પોતાના પતિને નામ લઈને બોલાવવા વિષે

Ml Fayyaz Patel
0
     લોકોમાં આ વાત પણ ખૂબ જ પ્રચલિત છે કે પત્ની માટે જાઈઝ નથી કે પોતાના પતિને નામ લઈને બોલાવે. બલ્કે પત્નીનું પોતાના પતિને નામ લઈને બોલાવવું ના જાઈઝ અને હરામ સમજે છે. અમુક સ્ત્રીઓ તો આ વસ્તુમાં એટલી બધી આગળ વધી ગઈ છે કે જો કુર્આન પઢતા પોતાના પતિનું નામ આવી જાય તો તે મનમાં જ પઢી લે છે અથવા તેને છોડી દે છે. તો અમુક લોકો એવું સમજે છે કે પત્નીનું પોતાના પતિનું નામ લેવાથી નિકાહ પર પણ અસર પડે.
શુદ્ધિકરણ :-
    ઉપરોક્ત મસ્અલહ વિષે ઉલમાએ કિરામે લખ્યું છે કે પતિ - પત્નીનું એકબીજાને નામ વડે બોલવવામાં બેઅદબી જેવું લાગે છે માટે મકરૂહ (નાપસંદ) છે. પરંતુ ના જાઈઝ કે હરામ નથી બલ્કે જાઈઝ છે.
     અને જે વાત પ્રચલિત છે કે નિકાહ પર અસર પડે છે તેમજ કુર્આન પઢતા જો આવી જાય તો તેને છોડી દેવું જોઈએ મનઘડત અને બેબુનિયાદ છે.
ویکرہ أن یدعو الرجل وأن تدعو المرأة زوجها باسمه۔
(الدر المختار مع الشامي)
     તે માટે પતિ પત્નીએ એક બીજાને નામથી ન બોલાવવું જોઈએ જેમ કે અવલાદ પોતાના માતા પિતાને નામ લઈને નથી બોલાવતા એક અદબના લીધે.પરંતુ આ ના જાઈઝ પણ નથી.
[ઑનલાઇન ફતાવા દેવબંદ & જામીઆ બિન્નોરી ટાઉન]
-------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)