લોકોમાં આ કિસ્સો પણ ખૂબ જ પ્રચલિત છે કે એક દિવસ હઝરત આઈશાؓ ઘરમાં રોટલી બનાવી રહ્યા હતા. તે દરમિયાન રસુલુલ્લાહ ﷺ ઘરમાં તશરીફ લાવ્યા અને હઝરત આઈશાؓ પાસે રોટલી બનાવવા બેસી ગયા. હઝરત આઈશાؓ એ જોયું કે રસુલુલ્લાહ ﷺ જે રોટલી બનાવી હતી તે આગ પર સેકાતી ન હતી. હઝરત આઈશાؓ એ રસુલુલ્લાહ ﷺ ને આ વાતની જાણ કરી તો રસુલુલ્લાહ ﷺ એ ફરમાવ્યું કે " હે ! આઈશા જે વસ્તુ પર મારો હાથ લાગી જાય છે તેને આગ અસર નથી કરી શકતી. "
નોંધ :- અમુક લોકો આ કિસ્સામાં હઝરત આઈશાؓ ની જગ્યાએ હઝરત ફાતિમાؓ નું વર્ણન કરે છે.
શુદ્ધિકરણ :-
ઉપરોક્ત કિસ્સો ઘણી તલાશ અને શોધખોળ કર્યા પછી પણ હદીષોની ભરોસાપાત્ર કિતાબોમાં મળતો નથી.
અને જે વાતની નિસ્બત રસુલુલ્લાહ ﷺ ની તરફ કરવામાં આવી હોય તે વાત જ્યાં સુધી ભરોસાપાત્ર સનદ સાથે ન મળે ત્યાં સુધી તેને બયાન કરવું તેમજ શેયર કરવું જાઈઝ નથી. કેમ કે રસુલુલ્લાહ ﷺ ની તરફ એવી જ વાત સંબોધીને બયાન કરી શકાય જે ભરોસાપાત્ર સનદ સાથે હોય.
તે માટે ઉપરોક્ત કિસ્સાને બયાન કરવો તેમજ શેયર કરવો જાઈઝ નથી.
[ઑનલાઇન ફતાવા બિન્નોરી ટાઉન]
---------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59
