ઉસ્તાદની મારથી જહન્નમની આગ હરામ હોવા વિષે

Ml Fayyaz Patel
0
     લોકોમાં હદીષના નામે આ વાત પણ ખૂબ જ પ્રચલિત છે કે ઉસ્તાદની માર બદનના જે ભાગમાં લાગે છે તે ભાગ પર જહન્નમની આગ હરામ થઈ જાય છે.
શુદ્ધિકરણ :-
     ઉપરોક્ત વાત ઘણી તલાશ અને શોધખોળ કર્યા પછી પણ હદીષોની ભરોસાપાત્ર કિતાબોમાં ન મળી. અને જે વાતની નિસ્બત રસુલુલ્લાહ ﷺ ની તરફ કરવામાં આવી હોય તે વાત જ્યાં ભરોસાપાત્ર સનદ સાથે ન મળે ત્યાં સુધી તેને બયાન કરવી તેમજ શેયર કરવી જાઈઝ નથી.
કેમ કે હદીષમાં આવે છે કે :
" من كذب علي متعمدًا فليتبوأ مقعده من النار "
(બુખારી & મુસ્લિમ)
તર્જુમો :- રસુલુલ્લાહ ﷺ ફરમાવ્યું કે જેણે પર મારા તરફ જાણી જોઈને એવી વાતની નિસ્બત કરી જે મેં ન કીધી હોય તો તે વ્યક્તિ પોતાનું ઠેકાણું જહન્નમમાં બનાવી લે.
    તે માટે ઉપરોક્ત વાતને બયાન કરવી દુરુસ્ત નથી.
[ઑનલાઇન ફતાવા દા.ઉ. દેવબંદ, જામીઆ બિન્નોરી ટાઉન, તન્બિહાત]
---------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)