લોકોમાં આ વાત પણ ખૂબ જ જોવા મળે છે કે જ્યારે લોકો જનાઝાને કંધો આપે છે તો બુલંદ અવાજે કલિમએ શહાદત પઢે છે.
શુદ્ધિકરણ :-
જનાઝો ઉઠાવતી વખતે બુલંદ અવાજે કલિમએ શહાદત તેમજ બીજું કંઈ પણ બુલંદ અવાજે પઢવાને ઉલમાએ મકરૂહ લખ્યું છે. કેમ કે હદીષમાં આ સમયે ખામોશ રહેવાનો આદેશ આવ્યો છે.
عَنْ أَبِی ہُرَیْرَۃَ رضی اللہ عنہ قَال : قَالَ رَسُوْلُ اللّٰهِ ﷺ : لَا تُتْبَعُ الْجَنَازَۃُ بِنَارٍ وَلَا صَوْتٍ
(مسند احمد: ۹۵۱۱)
તર્જુમો :- રસુલુલ્લાહ ﷺ ફરમાવ્યું કે જનાઝાની પાછળ અવાજ અને આગ ન હોવી જોઈએ.
એવી જ રીતે જનાઝાની સાથે બુલંદ અવાજને સહાબાؓ પણ પસંદ ન કરતા હતા.
عن قیس بن عباد قال : كان أصحاب النبى ﷺ يكرهون رفع الصوت عند الجنائز
( بیہقی ۴/۷۴ )
તર્જુમો :- રસુલુલ્લાહ ﷺ ના સહાબાؓ જનાઝાની સાથે અવાજને પસંદ કરતા ન હતા.
આ માટે ઉલમાએ જનાઝાની સાથે બુલંદ અવાજે કંઈક પઢવાને મકરૂહ લખ્યું છે. હાં ! જો કોઈ વ્યક્તિ મનમાં અને દિલમાં કંઈક પઢે તો વાંધો નથી.
તે માટે જનાઝાની સાથે જોર જોરથી કલિમએ શહાદત પઢવામાં ન આવે. બલ્કે મનમાં પઢવું જોઈએ.
[ફતાવા દીનીય્યહ્ : ૧ / ૨૩૭, ફતાવા રહીમીય્યહ્ : ૩ / ૫૩૬]
--------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59
