લોકોમાં વુઝૂ તૂટવાના અમુક કારણો ખૂબ જ પ્રચલિત છે જે નિમ્ન મુજબ છે.
❍ સતર ખુલવા (ગુપ્ત અંગો જાહેર થવા) થી અથવા કોઈકનું જોવાથી વુઝૂ તૂટી જાય છે. (નમાઝની બહાર)
❍ સતર એટલે કે ગુપ્ત અંગને સ્પર્શ કરવાથી વુઝૂ તૂટી જાય છે.
❍ વુઝૂની હાલતમાં ખાય - પી લેવા પછી વુઝૂ જરૂરી સમજે છે.
❍ ગાળો, જુઠું તેમજ અપશબ્દો બોલવાને પણ વુઝૂ તૂટવાનું કારણ સમજવામાં આવે છે.
❍ બદનના કોઈ હિસ્સામાં બહારથી લાગતી નપાકીને પણ વુઝૂ તોડવાનું કારણ સમજવામાં આવે છે.
❍ સિગારેટ, બીડી પીવાથી પણ વુઝૂ તૂટી જાય છે.
❍ ચોરીની વિજળી વડે પ્રાપ્ત કરેલા પાણી વડે કરવામાં આવેલ વુઝૂને અયોગ્ય સમજવામાં આવે છે.
શુદ્ધિકરણ :-
ઉપરોક્ત જેટલી પ્રચલિત વસ્તુઓ નું વર્ણન છે તેમાંથી એક પણ વસ્તુથી વુઝૂ તૂટતું નથી. હાં અમુક વસ્તુ એવી છે જેનાથી વુઝૂ મકરૂહ થાય છે પણ તેવા વુઝૂ સાથે ઈબાદત (નમાઝ વગેરે) કરવાથી ઈબાદત કબૂલ લેખાશે. તે છતાંય વુઝૂ ફરી કરી લેવું મુસ્તહબ છે. એવી જ રીતે બીડી, સીગરેટ અને ખાધા પછી કોગળા કરી લેવા જોઈએ. પરંતુ વુઝૂ નહીં તૂટે.
✰ વુઝૂ તોડનારી વસ્તુઓ :-
● પેશાબ પાખાના (ટોયલેટ) ના રસ્તેથી કોઈ વસ્તુનું નીકળવું. દા.ત. પેશાબ, લોહી, હવા વગેરે.
● નાપાક ચીઝોનું બદનથી નીકળવું. દા.ત. લોહી, પાક (પીપ) વગેરે.
● બેહોશ થઈ જવું. ● નશો ચઢી જવો.
● ટેકો લગાડીને ઉંઘી જવું. ● મોઢું ભરીને ઉલ્ટી થવી.
● રુકૂ અને સજ્દહ વાળી નમાઝમાં ખિલખિલાઈને (ખડખડ) હસવું.
નોંધ :- વુઝૂ તોડનારી વસ્તુઓ આના સિવાય પણ છે. પરંતુ મોટી મોટી વાતો વર્ણન કરી દીધી છે.
------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59
