લોકોમાં આ વાત પણ ખૂબ જ પ્રચલિત છે કે જનાઝો હલકો હોય તો તેને મય્યિત પ્રત્યે એવું સમજવામાં આવે છે કે અલ્લાહ તઆલા તેનાથી રાજી છે. અને જનાઝાનું વજનદાર હોવાને મય્યિત પ્રત્યે અલ્લાહ તઆલાની નારાજગીનું પ્રતિક સમજવામાં આવે છે.
એવી જ રીતે મય્યિતને મૃત્યુ વખતે વધારે તકલીફ થવાને અલ્લાહ તઆલાની નારાજગીનું પ્રતિક માનવામાં આવે છે.
શુદ્ધિકરણ :-
ઉપરોક્ત બન્ને વાતો પણ બેબુનિયાદ અને મનઘડત છે. અને એક હદીષમાં પણ ઉપરોક્ત પહેલી વાતનું બેબુનિયાદ હોવું સમજમાં આવે છે.
عَنْ أَنَسِ بْنِ مَالِكٍ قَالَ: لَمَّا حُمِلَتْ جَنَازَةُ سَعْدِ بْنِ مُعَاذٍ قَالَ الْمُنَافِقُونَ: مَا أَخَفَّ جَنَازَتَهُ، وَذَلِكَ لِحُكْمِهِ فِي بَنِي قُرَيْظَةَ، فَبَلَغَ ذَلِكَ النَّبِيَّ ﷺ فَقَالَ: إِنَّ الْمَلَائِكَةَ كَانَتْ تَحْمِلُهُ
(તીરમીઝી : ૩૮૪૯)
ઉપરોક્ત હદીષનો ખુલાસો આ છે કે જ્યારે સઅદ બિન મુઆઝؓ નો જનાઝો ઉઠાવવામાં આવ્યો તો તે હલકો હતો. આ વાત જોઈ મુનાફિકો કહેવા લાગ્યા કે આ જનાઝાનું હલકું હોવું હઝરત સઅદؓ ના બનૂ કુરયઝા પ્રત્યે ગલત ફૈસલાના કારણે છે. તો રસુલુલ્લાહ ﷺ એ ફરમાવ્યું કે હલકું હોવું ફરિશ્તાઓ ના ઊચકવાના કારણે છે.
ખબર પડી કે ઉપરોક્ત વાત પ્રમાણે જનાઝાનું હલકું હોવું અલ્લાહ તઆલાનું રાજી હોવાનું પ્રતિક નથી, નહિંતર મુનાફિકો હઝરત સઅદؓ પ્રત્યે તાનો ન મારતા. કેમ કે તેઓ હલકા હોવાને અશુભ અને વજનદાર હોવાને શુભ સમજતા હતાં.
જ્યાં સુધી વાત છે ઉપરોક્ત બીજી વાત તો તે વિષે પણ હદીષમાં આવે છે કે :
عَنْ عَائِشَةَ ، قَالَتْ : مَاتَ النَّبِيُّ ﷺ وَإِنَّهُ لَبَيْنَ حَاقِنَتِي وَذَاقِنَتِي ، فَلَا أَكْرَهُ شِدَّةَ الْمَوْتِ لِأَحَدٍ أَبَدًا بَعْدَ النَّبِيِّ ﷺ
(બુખારી : ૪૪૪૬)
તર્જુમો :- હઝરત આઈશાؓ બયાન કરે છે કે રસુલુલ્લાહ ﷺ એ આ દુનિયાથી પરદો ફરમાવ્યો, અને એમનું માથું મુબારક મારી છાતી પર હતું. તેમની તે વખતની તકલીફ જોયા પછી મેં મૃત્યુના સમયે તકલીફ થવાને અશુભ સમજવાનું છોડી દીધું.
તે માટે ઉપરોક્ત બન્ને વાતોનો અકીદો રાખવો દુરુસ્ત નથી.
------------------------------------
Ml Fayyaz Patel Ghodi
+265 980 26 85 59
