પ્યાજ ખાવા વિષે એક હદીષનું શુદ્ધિકરણ

Ml Fayyaz Patel
0
     અત્યારે કોરોના વાયરસના લીધે સોશિયલ મીડિયા પર હદીષના નામે એક વાત ખૂબ જ પ્રચલિત થઈ રહી છે જે નિમ્ન મુજબ છે.
     " રસુલુલ્લાહ ﷺ એ ફરમાવ્યું કે તમે જે શહેરમાં જવા ઈચ્છતા હોય અને ત્યાની બિમારીથી મહફૂઝ રહેવા ઈચ્છતા હોય તો સૌથી પહેલા તે શહેરના પ્યાજ ખાવામાં આવે, ત્યાની બિમારી તેના માટે અસર નહીં કરે. "
શુદ્ધિકરણ :-
ઉપરોક્ત હદીષના નામે જે વાત પ્રચલિત છે તે વાતનું શીયોની કિતાબ " બહ્હારૂ'લ્ અનવાર, તિબ્બુ'લ્ અઈમ્મહ્ અને મુહાસીનુ'લ્ કાફી " વગેરે નામની કિતાબોમાં વર્ણન મળે છે.
      પરંતુ આ કિતાબો તેમજ તે હદીષને બયાન કરનાર રાવીઓ ભરોસાપાત્ર અને વિશ્વાસને લાયક ન હોવાને કારણે આ હદીષને મુહદ્દીષીને બેબુનિયાદ અને મનઘડત બતાવી છે.
     તે માટે ઉપરોક્ત વાતને રસુલુલ્લાહ ﷺ તરફ નિસબત કરીને બયાન કરવી તેમજ શેયર કરવી જાઈઝ નથી.
[માખૂઝ :- અઝ્ કલમ શૈખ તલહા મનિયાર સાહબ દા.બ.]
------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)