મસ્જીદમાં આંગળીઓ ફોડવા વિષે

Ml Fayyaz Patel
0
     લોકોમાં આ વાત પણ ખૂબ જ જોવા મળે છે કે મસ્જીદમાં જ્યારે નમાઝની રાહ જોતા હોઈએ છીએ તો અમુક લોકો વારંવાર આંગળીઓ ફોડતા હોય છે. તેમજ મસ્જીદના સિવાય સ્થળો પર પણ જરૂરત વગર ફોડતા જોવા મળે છે.
શુદ્ધિકરણ :-
     મસ્જીદમાં આગળીઓ ફોડવા વિષે હદીષમાં મનાઈ કરવામાં આવી છે. તે માટે ઉલમાએ મસ્જીદમાં આગળીઓ ફોડવાને મકરૂહે તહરીમી (હરામના નજદીક કૃત્ય) ગણાવ્યું છે.
أَنّ رَسُولَ اللَّهِ ﷺ قَالَ :‌‌‌‏ لَا تُفَقِّعْ أَصَابِعَكَ وَأَنْتَ فِي الصَّلَاةِ
(તીરમીઝી : ૯૬૫)
તર્જુમો :- રસુલુલ્લાહ ﷺ એ ફરમાવ્યું કે નમાઝમાં આંગળીઓ ન ફોડો.
    અને મસ્જીદ સિવાય બીજી જગ્યાઓ પર પણ વધારે પડતા ઉલમાએ કિરામે મકરૂહે તન્ઝીહી ( ના પસંદ કૃત્ય ) હોવાનું લખ્યું છે. હાં જરૂરત હોય તો વાંધો નથી જેમ કે આંગળીઓ ને રાહત મળે તે હેતુસર ફોડવામાં આવે.
    તે માટે મસ્જીદમાં આંગળીઓ ન ફોડવી જોઈએ. અને તે સિવાય પણ જરૂરત વગર બચવું જોઈએ.
[ઑન લાઈન જામીઆ બિન્નોરી ટાઉન]
------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)