કોઈ એક વ્યક્તિને હિદાયત મળવી નજાત માટે કાફી હોવા વિષે તહકીક

Ml Fayyaz Patel
0
     ઘણા લોકો દ્વારા આ હદીષ પણ ખૂબ સાંભળવા મળે છે કે " રસુલુલ્લાહ ﷺ એ ફરમાવ્યું કે હે અલીؓ ! તમારા લીધે એક વ્યક્તિ પણ દીનના સીધા રસ્તા પર આવી જાય તો તમારી નજાત (કામયાબી) માટે કાફી છે. "
શુદ્ધિકરણ :-
     ઉપરોક્ત પ્રચલિત હદીષ આ શબ્દો સાથે ઘણી શોધખોળ કર્યા પછી પણ હદીષોની ભરોસાપાત્ર કિતાબોમાં નથી મળતી. અને જ્યાં સુધી વિશ્વાસનીય સનદ ન મળે ત્યાં સુધી આ વાતને રસુલુલ્લાહ ﷺ તરફ નિસબત કરી બયાન કરવી દુરુસ્ત નથી.
     હાં ! આવી જ એક હદીષ બીજા શબ્દોમાં સાબિત છે. જે આ પ્રમાણે છે કે :
فقال رسول الله ﷺ : يا علي لأن يهدي الله على يدك رجلا خير لك مما طلعت عليه الشمس۔
(તબરાની)
તર્જુમો :- રસુલુલ્લાહ ﷺ એ ફરમાવ્યું કે હે અલીؓ અલ્લાહ તઆલાએ તમારા દ્વારા કોઈને હિદાયત આપી તો આ તમારા માટે તે વસ્તુઓ થી શ્રેષ્ઠ છે જે વસ્તુઓ પર સૂરજ ઉગે છે. (એટલે આખી દુનિયાથી)
એવી જ રીતે બુખારી અને મુસ્લિમમાં આ મુજબ છે કે :
      " અલ્લાહની કસમ તમારા દ્વારા કોઈને હિદાયત મળવી લાલ ઊંટો થી વધારે શ્રેષ્ઠ છે."
     તે માટે હદીષમાં જે સાબિત શબ્દો છે તેને બયાન કરવા જોઈએ. ના કે તે શબ્દો જે સાબિત નથી.
[ગેર મોઅ્તબર રીવાયાત કા ફન્ની જાઈઝહ]
---------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)