લોકોમાં નમાઝ વિષે કુર્આન ઉતરતા ક્રમમાં પઢવા વિષે આ ગલતી પણ વધુ પ્રમાણમાં જોવા મળે છે કે બધી જ નમાઝમાં કુર્આન ઉતરતા ક્રમમાં પઢવાને જરૂરી સમજવામાં આવે છે. અને જો આ વિષે કંઈ ભૂલ થઈ જાય તો છેલ્લે સજ્દએ સહવ પણ કરે છે.
નોંધ :- નમાઝમાં કુર્આન ઉતરતા ક્રમમાં પઢવાનો મતલબ આ છે કે પહલી રકાતમાં " અલમ્ તર " પઢયા તો ત્યાર પછીની રકાતોમાં " અલમ્ તર " પછીની સૂરતો પઢવી. ના કે તે પહેલાની.
શુદ્ધિકરણ :-
સૌથી પહેલા આ વાત જાણી લેવી જોઈએ કે નમાઝમાં ઉતરતા ક્રમમાં કુર્આન પઢવું માત્ર ફર્ઝ નમાઝમાં જરૂરી છે. સુન્નત અને નફલ નમાઝમાં જરૂરી નથી. પરંતુ શ્રેષ્ઠ છે કે સુન્નત અને નફલમાં પણ ઉતરતા ક્રમમાં પઢવામાં આવે.
અને જો કોઈએ ફર્ઝ નમાઝમાં જાણી જોઈને ઉતરતા ક્રમમાં ન પઢ્યું તો નમાઝ મકરૂહ લેખાશે. અને ભૂલથી એવું થઈ જાય તો નમાઝ મકરૂહ થયા વગર દુરુસ્ત લેખાશે. અને બન્નેમાં એટલે કે જાણી જોઈને પઢ્યું હોય કે ભૂલથી પઢાય ગયું હોય નમાઝ સજ્દએ સહવ વગર દુરુસ્ત થઈ જશે. તે માટે આવી ભૂલ થાય તો સજ્દએ સહવ કરવો નહીં.
સુન્નત અને નફલ નમાઝમાં જાણી જોઈને પઢો કે ભૂલથી પઢાય બન્નેમાં નમાઝ મકરૂહ થયા વગર દુરુસ્ત લેખાશે.
❍ પહેલી રકાતમાં સૂરહ નાસ પઢાય જાય તો બીજી રકાતમાં શું પઢવું...?
પહેલી રકાતમાં સૂરહ નાસ પઢાય જાય અને ફર્ઝ નમાઝ હોય તો બીજી રકાતમાં પણ સૂરહ નાસ જ પઢી લેવી.
અને જો સુન્નત અથવા નફલ નમાઝ હોય તો ત્યાર પછીની રકાતોમાં જ્યાંથી પઢવું હોય ત્યાંથી પઢી શકાય છે. અલબત્ત શ્રેષ્ઠ છે કે બાકીની રકાતોમાં પણ સૂરહ નાસ જ પઢે.
તે માટે એમ સમજવું કે બધી જ નમાઝમાં ઉતરતા ક્રમમાં પઢવું જરૂરી છે તેમજ તેની વિરૂદ્ધ પઢવાથી સજ્દએ સહવ વાજીબ થાય છે દુરુસ્ત નથી.
☞ ફિક્હી ઝવાબિત.
☞ અ'લ્ મસાઈલુ'લ્ મુહિમ્મહ્.
☞ ઑનલાઇન ફતાવા બિન્નોરી.
--------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59
