લોકોમાં આ કિસ્સો પણ ખૂબ જ પ્રચલિત છે કે " એક વખત એક અલકમા નામના સહાબીને મૃત્યુ વખતે કલીમો જુબાન પર આવતો ન હતો. રસુલુલ્લાહ ﷺ ને આ વિષે જાણ કરવામાં આવી તો ખબર પડી કે તેની માતા તેનાથી નારાજ છે તે માટે તેના મોઢે કલીમો આવતો નથી. રસુલુલ્લાહ ﷺ એ તેની માતાને માફ કરવાનું કહ્યું તો માતાએ ના પાડી દેતા રસુલુલ્લાહ ﷺ એ તે સહાબીને સળગાવવા લાકડા ભેગા કરવાનું કહ્યું. આ સાંભળી માતાએ માફ કરી દીધો. આ તરફ માતાએ માફ કરતાં જ બીજી તરફ સહાબીના જુબાન પર કલીમો જારી થઈ ગયો."
શુદ્ધિકરણ :-
ઈમામ અહમદؒ એ જ્યારે પોતાની કિતાબ " મુસનદે અહમદ " નામી કિતાબ લખી ત્યારે શરૂઆતમાં ઉપરોક્ત કિસ્સો પણ તેમાં લખ્યો હતો. પરંતુ જ્યારે તેમણે પોતાની જ કિતાબનું શુદ્ધિકરણ કર્યું તો તેમાં ઘણી એવી વાતો કાઢી નાખી જે ભરોસાપાત્ર ન હતી. જેમાં ઉપરોક્ત કિસ્સાનો પણ સમાવેશ કર્યો છે. જેમ કે હાલની " મુસનદે અહમદ " કિતાબમાં તેની જાહેરાત કરેલ છે.
અને ઈમામ અહમદؒ નું પોતાની કિતાબમાં થી આ કિસ્સાને કાઢવાનું કારણ તે હદીષને બયાન કરનાર રાવીનું ભરોસાપાત્ર ન હોવું છે. અને આ એવાં રાવી છે જેમના પર હદીષનું શુદ્ધિકરણ કરનાર ઉલમાએ ઘણું કલામ કર્યું છે.
તે માટે ઉપરોક્ત કિસ્સો મનઘડત અને બેબુનિયાદ હોવાને કારણે તેને બયાન કરવો જાઈઝ નથી.
[અઝ્ કલમ :- શેખ તલહા મનિયાર હફિઝહુ'લ્લાહ]
---------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59
