લોકોમાં શાદીના મોકા પર આ વસ્તુ પણ ખૂબ જોવા મળે છે કે જેની શાદી હોય છે તેને માથા પર સહેરો પહેરાવવામાં આવે છે. જેથી લટકતી પાતળી દોરીઓ વડે દુલ્હા સાહેબનું આખું મોઢું ઢંકાઈ જાય છે.
શુદ્ધિકરણ :-
ઉપરોક્ત કૃત્યનું પણ શરીયતમાં કોઈ સ્થાન નથી, બલ્કે બેબુનિયાદ એક રસમ છે. જેને છોડી દેવું જોઈએ.
મુસલમાનો માં આ રસમની શરૂઆત શીખો દ્વારા આવી છે. તેનાથી પ્રભાવિત થઈ મુસલમાનો એ પણ તેને પોતાની શાદીમાં જરૂરી હિસ્સો બનાવી દીધો છે. કોઈ કહેનારે સરસ કહ્યું છે કે :
" મર્દને પરદા કર લીયા સહેરા બાંધકર "" હાલાકી પરદે કા હૂકમ ઔરત કો થા "
હદીષમાં આવે છે કે :
مَنْ تَشَبَّهَ بِقَوْمٍ فَهُوَ مِنْهُمْ
તર્જુમો :- જે વ્યક્તિ જે લોકોની નકલ કરશે તેમની સાથે (કયામત માં) હશે.
તે માટે આવી બેબુનિયાદ રસમોથી ખૂબ બચવાની જરૂરત છે.
[એક ગલત સોચ & મહ્મુદુ'લ્ ફતાવા]
-----------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59
