ગાળ બોલવા પર કબરમાં વીછી કરડવા વિષે તહકીક

Ml Fayyaz Patel
0
     સોશિયલ મીડિયા પર હઝરત અલીؓ ના નામે એક વાત ખૂબ જ પરિભ્રમણ કરી રહી છે જે નિમ્ન મુજબ છે. “ તમારા મોઢા વડે નીકળેલ ગાળ ગુસ્સામાં હોય કે મજાકમાં તમારી કબરમાં એક એવો વીછી પેદા કરે છે જેના એક વખત કરડવાથી તે વ્યક્તિ ૭૦ હાથ જમીનમાં ધસી જાય છે. ”
શુદ્ધિકરણ :-
   ગાળ આપવી બેશક ગુનાહનું કામ છે (હદીષમાં ગાળ આપનાર વ્યક્તિને ફાસીક કહેવામાં આવ્યો છે) અને દરેક ગુનાહ પર આખિરતમાં અલ્લાહ તઆલાની પકડ પણ યકીની વસ્તુ છે. પણ જેને અલ્લાહ માફ કરી આપે.
قال رسول الله ﷺ : سِباب المسلم فسوقٌ، وقتاله كفرٌ ۔
(બુખારી & મુસ્લિમ)
    પરંતુ હદીષોમાં તેમજ સહાબાؓના મંતવ્યોમાં આવી કોઈ ખાસ વાતનો ઉલ્લેખ નથી કે ગાળ આપનાર વ્યક્તિને કબરમાં વીછી કરડશે.
     તે માટે ઉપરોક્ત વાતને બયાન કરવી તેમજ શેયર કરવી દુરુસ્ત નથી.
[ઑનલાઇન ફતાવા દા.ઉ. દેવબંદ]
---------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)