અલ્લાહ તઆલા ના નામ સાથે " મિયાં " શબ્દ લગાવવા વિષે

Ml Fayyaz Patel
0
     અમુક લોકોનું કહેવું છે કે અલ્લાહ તઆલાના નામ સાથે મિયાં શબ્દ લગાવી અલ્લાહ મિયાં કહેવું જોઈઝ નથી. કેમ કે " મિયાં " શબ્દના ત્રણ ભાવાર્થ છે. ૧ : પતિ, ર : દલાલ, ૩ : સરતાજ. અને જે શબ્દનો એક પણ ભાવાર્થ દુરુસ્ત ન હોય તેનો અલ્લાહના નામ સાથે ઉપયોગ દુરુસ્ત નથી.
શુદ્ધિકરણ :-
     સૌથી પહેલા આ વાત સમજી લેવી જોઈએ કે ઉર્દુ ભાષામાં " મિયાં " શબ્દનો ઉપયોગ અદબ અને સન્માન માટે કરવામાં આવે છે. અને ઉર્દુ ડિક્શનરીમાં તેના ઘણા બધા ભાવાર્થ છે. જે નિમ્ન મુજબ છે.
૧ : સરદાર, ૨ : આકા, ૩ : માલિક, ૪ : સરકાર, ૫ : હાકીમ વગેરે.
    અને જે એક શબ્દના ભાવાર્થ ઘણા બધા થતા હોય તો ત્યાં તે ભાવાર્થ મુરાદ લેવામાં આવે છે જે તેના માટે યોગ્ય હોય છે. તો અહીંયા પણ " મિયાં " શબ્દ જ્યારે અલ્લાહ તઆલા ના નામ સાથે ઉપયોગ થાય તો તેનો ભાવાર્થ તે મુરાદ લેવામાં આવશે જે અલ્લાહ તઆલાની શાનના પ્રમાણે હોય. એટલે કે હાકિમ, માલિક વગેરે ના કે તે જે અલ્લાહ તઆલાની શાનના પ્રમાણે ન હોય. એટલે કે દલાલ, પતિ વગેરે.
     અને આ વાતનું સમર્થન કુર્આનની એક આયતથી પણ થાય છે. કુર્આનમાં એક આયત છે કે :
اِنَّ اللّٰهَ وَمَلٰٓئِکَتَهٔ یُصَلُّوۡنَ عَلَی النَّبِیِّ ؕ یٰۤاَیُّهَا الَّذِیۡنَ اٰمَنُوۡا صَلُّوۡا عَلَیۡهِ وَ سَلِّمُوۡا تَسۡلِیۡمًا
(સૂરહ અઝઝાહ)
   ઉપરોક્ત આયતમાં શબ્દ " સલાત " ઉપયોગ થયો છે. આ શબ્દના ઘણા ભાવાર્થ છે. પરંતુ જે શબ્દ સાથે ઉપયોગ થશે તે હિસાબે તેનો ભાવાર્થ મુરાદ લેવાશે.
    હવે આ જ આયતમાં એક જ શબ્દ " સલાત " અલ્લાહ માટે પણ ઉપયોગ થયો છે અને ફરીશ્તા માટે પણ. પરંતુ બંન્નેનો ભાવાર્થ અલગ અલગ થશે. અલ્લાહનું સલાત પઢવાનો ભાવાર્થ રહમત મોકલવી, પ્રશંસા, વખાણ કરવાનો છે જ્યારે કે ફરીશ્તાનું સલાત પઢવાનો ભાવાર્થ દુવા અને ઈસ્તિગ્ફાર કરવાનો છે. એવી જ રીતે ઈનસાન સાથે હોય તો નમાઝ, દુરૂદ વગેરે પઢવાનો થાય છે. અને પ્રાણી, પક્ષીઓ સાથે હોય તો તસબીહ પઢવાનો થાય છે.
   ઉપરોક્ત વિગતથી ખબર પડી કે શબ્દ " મિયાં " પણ અલ્લાહ સાથે ઉપયોગ થશે તો તેનો ભાવાર્થ તે થશે જે અલ્લાહ તઆલાની શાનના મુજબ હોય. તે માટે અલ્લાહ મિયાં બોલવામાં વાંધો નથી, બલ્કે જાઈઝ છે.
[ઑનલાઇન ફતાવા દેવબંદ & બિન્નોરી ટાઉન]
--------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)