લોકોમાં આ વસ્તુ પણ વધારે પડતી જોવામાં આવે છે કે કોઈ વ્યક્તિ જ્યારે કોઈ નાના બાળકને પોતાની પાસે બોલાવે છે ત્યારે બાળકને કંઈક આપવાની લાલચે બોલાવે છે અને બોલાવનાર ની બાળકને કંઈક પણ આપવાની ઈચ્છા નથી હોતી. અને મોટી વાત તો આ છે કે આ વસ્તુને કોઈ ગુન્હો અને જુઠ પણ નથી સમજતું.
શુદ્ધિકરણ :-
ઉપરોક્ત તરીકો અને રીત ભલે મજાકમાં હોય જુઠ અને ગુનાહને પાત્ર છે. હદીષમાં આવે છે કે :
عَنْ عَبْدِ اللَّهِ بْنِ عَامِرٍ، أَنَّهُ قَالَ : دَعَتْنِي أُمِّي يَوْمًا وَرَسُولُ اللَّهِ ﷺ قَاعِدٌ فِي بَيْتِنَا، فَقَالَتْ: هَا تَعَالَ أُعْطِيكَ، فَقَالَ لَهَا رَسُولُ اللَّهِ ﷺ : وَمَا أَرَدْتِ أَنْ تُعْطِيهِ، قَالَتْ: أُعْطِيهِ تَمْرًا، فَقَالَ لَهَا رَسُولُ اللَّهِ ﷺ : أَمَا إِنَّكِ لَوْ لَمْ تُعْطِهِ شَيْئًا كُتِبَتْ عَلَيْكِ كَذِبَةٌ
અનુવાદ :- અબ્દુલ્લાહ ઈબ્ને આમીરؓ ફરમાવે છે કે એક વખત મારી માતાએ મને બોલાવ્યો અને કહ્યું કે અહીંયા આવ તને કંઈક વસ્તુ આપું. અને રસુલુલ્લાહﷺ પણ ત્યાં બેઠા હતા. રસુલુલ્લાહﷺ એ મારી માતાને કહ્યું કે શું તમે કંઈક આપવાનો પણ ઈરાદો કર્યો છે...? માતાએ કહ્યું કે ખજુર આપવાનો. રસુલુલ્લાહﷺ એ ફરમાવ્યું કે હાં તો બરાબર નહીંતર તમારા માટે એક જુઠ લખવામાં આવતું. (અબૂ દાઉદ શરીફ - હદીષ નંબર : ૪૯૯૧)
નાના છોકળાઓને બચપણથી જ સાચું બોલવાની તાલીમ આપવાની હોય છે. આ રીતે જુઠું બોલીને બોલવવામાં આપણને ખબર પણ નહીં પડે કે તેના પર તેનો શું અસર પડે છે. તે માટે તેમની સામે કદીય જુઠ ન બોલવું જોઈએ.
--------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59