નમાઝમાં સજ્દાની હાલતમાં પગની આંગળીઓ કિબ્લા તરફ રાખવાના અમલમાં અજ્ઞાનતાને કારણે અમુક લોકો તરફથી ઘણી સુસ્તી જોવા મળે છે. તે માટે નિમ્ન વિગતવાર માહિતી લખવામાં આવે છે.
શુદ્ધિકરણ :-
નમાઝમાં સજ્દાની હાલતમાં પગની આંગળીઓ કિબ્લા તરફ રાખવી પુરુષો માટે સુન્નત છે. હદીષમાં આવે છે કે :
أَنَّهُ عليه الصَّلَاةُ وَالسَّلَامُ كان إذَا سَجَدَ وَضَعَ يَدَيْهِ غير مُفْتَرِشٍ وَلَا قَابِضَهُمَا وَاسْتَقْبَلَ بِأَطْرَافِ أَصَابِعِ رِجْلَيْهِ الْقِبْلَةَ.
(બુખારી શરીફ)
રસુલુલ્લાહ ﷺ સજ્દામાં પોતાના પગની આંગળીઓ કિબ્લા તરફ રાખતા હતા.
તે માટે કોઈ શરઈ કારણ વગર સજ્દામાં પગની આંગળીઓ કિબ્લા તરફ ન રાખવાથી નમાઝ ભલે અદા થઈ જશે પરંતુ મકરૂહ અને સુન્નતના વિરુદ્ધ અમલ કહેવાશે.જેનું નુકસાન સ઼વાબમાં કમી થાય છે. અને આ સુન્નત વિરુદ્ધ અમલની આદત બનાવી લેવી ગુનાહિત કૃત્ય ( અમલ ) કહેવાશે.
الدر المختار :- وَيَسْتَقْبِلُ بِأَطْرَافِ أَصَابِعِهِ رِجْلَيْهِ الْقِبْلَةَ، وَيُكْرَهُ إنْ لَمْ يَفْعَلْ ذَالِكَ۔
તે માટે બની શકે ત્યાં સુધી નમાઝ સુન્નત પ્રમાણે પઢવી જોઈએ.
☞ નોંધ :- ઉપરોક્ત મસ્અલહ પુરુષો માટે છે. સ્ત્રીઓ માટે સજ્દહમાં બન્ને પગ જમણી બાજુ બીછાવીને સજ્દહ કરવાનો હૂકમ છે.
[ઈસલાહે અગલાત : સીલસીલા નંબર / ૧૩૫]
----------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59