થોડા સમયથી હદીષના નામે આ વાત પણ પ્રચલિત થઈ રહી છે કે રસુલુલ્લાહ ﷺ એ ફરમાવ્યું કે મને નાના બાળકોની પાંચ આદતો ખૂબ પસંદ છે.
➊ તે રડીને માંગે છે અને પોતાની વાત મનાવી લે છે.
➋ તે માટીથી રમે છે.
➌ લડે છે પરંતુ દિલમાં બુરાઈ નથી રાખતા.
➍ જે પણ મળી જાય ખાય લે છે તેને ભેગું કરવાની લાલચ નથી રાખતા.
➎ માટીનું ઘર બનાવે છે. અને રમીને તોડી નાખે છે.
શુદ્ધિકરણ :-
ઉપરોક્ત વાત કોઈ પણ હદીષની કિતાબમાં વર્ણવેલ મળતી નથી. બલ્કે શીયોની કિતાબ ( ઝહરૂ'ર્ રબીઅ્ / ૨૫૯, અને અર્'રવહૂ'લ્ મુજર્રદ ) માં આ વાત રસુલુલ્લાહ ﷺ તરફ નિસ્બત કરીને બયાન કરવામાં આવી છે જ્યારે કે તે કિતાબો ભરોસાપાત્ર નથી.
હાં ઈમામ સુયુતીؒ નો એક મંતવ્ય છે જે ઉપરોક્ત વાતને મળતો આવે છે જે આ મુજબ છે. " નાના બાળકોની તે પાંચ આદતો એવી છે કે જો કોઈ મોટો વ્યક્તિ પોતાના રબ સાથે આ વાતો અપનાવી લે તો તે અલ્લાહનો વલી બની જાય.
➊ રોજીની વધારે પરવાહ ન કરે.
➋ જ્યારે બિમાર પડે પોતાના રબને ફરિયાદ ન કરે.
➌ ખાવું એક સાથે ખાય છે.
➍ જ્યારે ડરી જાય છે તો આંખોમાં થી આસું વહે છે.
➎ જ્યારે લડે છે તો સુલેહ કરવામાં જલ્દી કરે છે.
(حسن المحاضرة في اخبار مصر والقاهرة للسيوط)
તે માટે ઉપરોક્ત વાતને રસુલુલ્લાહ ﷺ તરફ સંબોધીને બયાન કરવી દુરુસ્ત નથી. હાં ! બયાન કરવી જ હોય તો આ રીતે કરે કે " કોઈ બુઝુર્ગનો મંતવ્ય છે કે....."
[તન્બિહાત : ૨૭૩]
-------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59