વર્તમાન દિવસોમાં આઈ.પી.એલ ચાલી રહી છે જેને લઈને લોકોમાં ખુબજ ઉત્સુકતા જોવા મળે છે, માત્ર ટુર્નામેન્ટ જ વખત ની બરબાદી માટે શું ઓછી હતી કે પાછલા થોડા વર્ષોથી Dream 11 નામની એપે હરામ કમાઈનો દરવાજો પણ ખોલી આપ્યો છે.
Dream 11 ક્રિકેટ, ફૂટબોલ બાસ્કેટબોલ કબડ્ડી, હોકી જેવી અનેક રમતો માટે કાલ્પનિક ગેમિંગ પ્લેટફોર્મ પ્રદાન કરે છે. તે એક ઓનલાઇન ગેમ છે જ્યાં વપરાશકર્તાઓ વાસ્તવિક જીવનના ખેલાડીઓની વર્ચ્યુઅલ ટીમ બનાવે છે અને વાસ્તવિક મેચોમાં આ ખેલાડીઓના પ્રદર્શનના આધારે પોઇન્ટ મેળવે છે. વપરાશકર્તા કે જેઓ તેમની જોડાયેલી હરીફાઈમાં મહત્તમ પોઇન્ટ મેળવે છે તે લીડરબોર્ડ પર પ્રથમ ક્રમ મેળવે છે. ડ્રીમ 11 નિ:શુલ્ક અને પેઇડ હરીફાઈ આપે છે. વપરાશકર્તાએ હરીફાઈમાં જોડાવા માટે ચોક્કસ ફી ચૂકવવી પડે છે અને તે વાસ્તવિક રોકડ જીતી શકે છે.
મુસ્લિમ નવયુવાનો પણ હલાલ સમજીને અથવા ના સમજી માં ઉપરોકત એપ નો ઉપયોગ કરી હરિફાઈ માં ભાગ લે છે અને પૈસા ની કમાણી કરે છે.
શુદ્ધિકરણ :-
ઉપરોક્ત જણાવેલ એપનો ઉપયોગ તેમજ તેમાં જીતેલા પૈસાનો ઉપયોગ જાઈઝ નથી. કેમ કે આ એક જુગાર છે, અને જુગારને અલ્લાહ તઆલાએ કુર્આનમાં હરામ ઠેરવ્યો છે. અલ્લાહ તઆલાનો ઈર્શાદ છે :
يٰٓاَيُّھَا الَّذِيْنَ اٰمَنُوْٓا اِنَّمَا الْخَمْرُ وَالْمَيْسِرُ وَالْاَنْصَابُ وَالْاَزْلَامُ رِجْسٌ مِّنْ عَمَلِ الشَّيْطٰنِ فَاجْتَنِبُوْہُ لَعَلَّكُمْ تُفْلِحُوْنَ۔
(المائدہ : آیت، ۹۰)
તર્જુમો :- હે ઈમાન વાળાઓ ! દારૂ, જુગાર, લગાવેલી મુર્તિ અને શુભ અશુભની ઓળખ માટે લગાવેલા તીર આ બધા નપાક શૈતાની કૃત્યો છે, તમે તેનાથી બચો જેથી તમને કામયાબી મળે.
તે માટે આવી ગેમ, તેમાં રમાતા જુગાર અને તેમાં જીતેલા પૈસાથી ખૂબ બચવું જોઈએ.
[ઑનલાઈન ફતાવા દા.ઉ. દેવબંદ]
-----------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59