આ વાત તો દરેક જાણે છે કે વુઝૂમાં કોગળા કરવા, મોઢું, હાથ અને પગ ત્રણ ત્રણ વખત ધોવું સુન્નત છે. એવી જ રીતે ગુસલમાં આખા શરીર પર ત્રણ વખત પાણી વહાવવું સુન્નત છે. પરંતુ ત્રણ ત્રણ વખત ધોવાનો શું મતલબ...? આ વિષે અમુક લોકોને જાણકારી ન હોવાને કારણે સુન્નત પર અમલ કરવામાં ભૂલ થઈ જાય છે.
શુદ્ધિકરણ :-
વુઝૂ અને ગુસલમાં જે ત્રણ ત્રણ વખત ધોવું સુન્નત છે તેનો મતલબ માત્ર ત્રણ વખત પાણી નાખવું નથી, કે એક વખત પાણી લેવાને એક વખત, બીજા વખત પાણી લેવાને બીજી વખત અને ત્રીજી વાર પાણી લેવાને ત્રીજા વખત એમ ત્રણ વખત લેવાને સુન્નત સમજવામાં આવે.
બલ્કે દુરુસ્ત રીત આ છે કે એક વખત આખો અવયવ ધોવો જે એક વખત પાણી લેવામાં ધોવાય કે પછી બે કે તેથી વધુમાં, એવી રીતે એક આખા અવયવને ત્રણ વખત આખો ધોવો સુન્નત છે. ભલે તેના માટે પાંચ વખત પાણી લેવું પડે.
તે માટે જો કોઈ વ્યક્તિએ એક વખત પાણી લીધું અને અડધો અવયવ ધોયો, ત્યારબાદ બીજા બે વખત પાણી લઈને તે જ અવયવને આખો ધોયને પુર્ણ કર્યો તો આને ત્રણ વખત ધોવું નહીં કહી શકાય બલ્કે એક વખત ધોવું કહેવાશે, અને આમ ત્રણ વખત આખો અવયવ ધોવાને સુન્નત કહેવાશે. હાં કોઈ ત્રણ વખત એવી રીતે પાણી નાંખે કે દરેક વખતમાં આખો અવયવ ધોવાયો હોય તો આ સુન્નત મુજબ કહેવાશે.
☞ ખુલાસો :- એક આખો અવયવ જ્યાં સુધી ન ધોવાય ત્યાં સુધી એક વખત ધોવું નહીં કહેવાય ભલે તેના માટે ત્રણ વખત પાણી લેવું પડે, એવી રીતે ત્રણ વખત આખો અવયવ ધોવો સુન્નત છે. કેમ કે સુન્નત ત્રણ વખત પાણી નાંખવું નથી બલ્કે ત્રણ વખત આખા અવયવને ધોવું સુન્નત છે. (બ-હવાલા રદ્દુ'લ્ મુખ્તાર)
[ઈસલાહે અગલાત : સીલસીલા નંબર / ૧૩૮]
---------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59