લોકોમાં દરેક ભલી અને બુરી વસ્તુઓને પેદા કરનાર અલ્લાહ તઆલા હોવાના અકીદા વિષે એક ગલત સમજણ જોવા મળે છે જે આ છે કે જેમ કે બુરી અને ગુનાહિત કામોને શયતાન તરફ સંબો઼ધિત કરવામાં આવે છે તો તેના લીધે એવું સમજવામાં આવે છે કે બુરી વાતોને પૈદા કરનાર પણ શયતાન જ છે.
શુદ્ધિકરણ :-
હકીકતમાં દરેક ખૈર અને શર (ભલા અને બુરા) ના પૈદા કરનાર તો અલ્લાહ તઆલા જ છે જેથી ભલા અને બુરા બન્નેવની એક સાથે નિસ્બત કરી આ પ્રમાણે તો કહી શકાય છે કે અલ્લાહ તઆલા બધી જ વસ્તુઓને પૈદા કરનાર છે જેમ કે કુર્આન શરીફમાં છે :
قُلۡ کُلٌّ مِّنۡ عِنۡدِ اللّٰهِ
(સૂરહ નીસા : ૭૮)
(હે ! નબી ફરમાવી દ્યો કે) દરેક વસ્તુ અલ્લાહ તઆલા તરફથી જ છે.
اَللّٰهُ خَالِقُ کُلِّ شَیۡءٍ
(સૂરહ ઝુમર : ૬૨)
અલ્લાહ તઆલા જ દરેક વસ્તુનો સર્જનહાર છે.
પરંતુ ફકત બુરાઈની નિસ્બત અલ્લાહ તઆલા તરફ કરવામાં શાનેઈલાહીમાં બેઅદબી થાય છે તે માટે ફકત બુરા વિચારો અને કામોની નિસ્બત શયતાન તરફ કરવામાં આવે છે કે શયતાન એવા વિચારો અને કામોમાં ઉશ્કેરણી રૂપ બને છે.
તે માટે બુરા કામોની નિસ્બત શયતાન તરફ કરવામાં આ ગલત સમજણ ન પડવી જોઈએ કે તેવા કામોને પૈદા કરનાર પણ શયતાન જ છે.
[ઝુબ્દતુ'લ્ ફતાવા : ૧ / ૭૧]
--------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59