જુમ્માના ખુત્બામાં બેસવાની રીત વિષે

Ml Fayyaz Patel
0
   જુમ્માના ખુત્બામાં બેસવાની રીત અને તરીકાને લઈને લોકોમાં બે વસ્તુ ઘણી જોવા મળે છે જે નિમ્ન મુજબ છે.
➊ ખુત્બા વખતે જે રીતે કાયદામાં બેસવામાં આવે છે તે રીત અને તરીકાને સુન્નત અને જરૂરી સમજે છે.
➋ પહેલા ખુત્બામાં અદબવાળી ને બેસવાને અને બીજા ખુત્બામાં અદબ છોડીને જાંઘો પર હાથ મૂકી બેસવાને જરૂરી તેમજ સુન્નત સમજે છે.
શુદ્ધિકરણ :-
શરઈ દ્રષ્ટિએ જુમ્માના ખુત્બામાં કોઈ ખાસ રીત અને તરીકા પર બેસવું સુન્નત કે જરૂરી નથી. બલ્કે જે રીતે આસાની અને સહુલત હોય તે પ્રમાણે બેસવું જોઈએ. હાં ! કાયદાની હાલતમાં બેસવાને ઉલમાએ અદબના ખ્યાલથી શ્રેષ્ઠ કહ્યું છે. ના કે સુન્નત અથવા જરૂરી.
    જ્યાં સુધી વાત છે એક રીત અને તરીકો જેની રસુલુલ્લાહ ﷺ એ મનાઈ ફરમાવી છે કે " જ્યારે જુમ્મામાં ઈમામ ખુત્બો આપે ત્યારે હબ્વા ( બેસવાની એક રીત ) થી નબી ﷺ એ મનાઈ ફરમાવી છે. (અબૂ દાઉદ : ૧૧૧૨)
★ હબ્વા :- બેઠકને જમીન સાથે ટેકવી બંને ઘુંટણને ઉભા કરી બંને હાથ બાંધીને બેસવાને હુબ્વા કહેવામાં આવે છે.
   તો ઉપરોક્ત હબ્વા રીત વિષે પણ ઉલમાએ લખ્યું છે કે મનાઈ ત્યારે છે જ્યારે એવી રીતે બેસવામાં ઉંઘ આવે જેના લીધે ખુત્બો સાંભળવામાં દખલ થાય તો મનાઈ છે અને જો એવું કાંઈ ન થાય તો હબ્વાની હાલતમાં પણ બેસવું જાઈઝ છે.
   ખુલાસો આ છે કે જુમ્માના ખુત્બામાં કોઈ એક ખાસ રીતને સુન્નત અથવા જરૂરી સમજીને બેસવું દુરુસ્ત નથી. હાં શ્રેષ્ઠ આ છે કે કાયદાની હાલતમાં બેસવું.
[ઈસલાહે અગલાત : સીલસીલા નંબર / ૩૬૭]
------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)