મુસલમાનોમાં કાંડા પર દોરા પહેરવાની શરૂઆત અને હુકમ

Ml Fayyaz Patel
0
   નવજુવાનો માં કાંડા પર દોરા પહેરવાનો રીવાજ આજે ખૂબ જ વધતો જોવા મળે છે. તે માટે આ વાત સમજી લેવી જોઈએ કે કાંડા પર દોરા બાંધવા ક્યા ધર્મના લોકોનું પ્રતિક છે. તેમજ તેઓ ક્યા અકીદા ખાતર આ રીતે દોરા પહેરે છે તે જાણવું ખૂબ જ જરૂરી છે.
શુદ્ધિકરણ :-
   આ વાત તો નિશ્ચિત છે કે ઈસ્લામમાં આ રીતે કાંડા પર દોરા બાંધવા વિષે કોઈ ઉલ્લેખ નથી. હાં બીજા ધર્મના ગ્રંથો તેમજ પુસ્તકો જોવા પર ખબર પડે છે કે આ બધાનું વર્ણન તેઓના ગ્રંથોમાં છે. અને મુસલમાનો માં આ રીવાજ પણ તેમના સંગને લીધે પ્રસરી ગયો છે.
   ગેર મુસ્લિમ પુસ્તક ( મંત્રા : લેખક અજીત ગામા ) પ્રમાણે અલગ અલગ રંગના દોરાનો અસર પણ અલગ અલગ હોય છે. દા.ત. લાલ દોરો શૈતાની અસર, બુરી નજર અને નકારાત્મક વિચારો થી બચવા માટે પહેરવામાં આવે છે. સફેદ દોરો કોઈ પ્રસંગ વગેરેમાં પહેરવાને શુભ સમજે છે કેમ કે સફેદ દોરા તેમના નજદીક પવિત્ર સમજવામાં આવે છે. કાળો દોરો ગંધારવા કાલીના વસવસાથી બચવા તેમજ બુરી નજરથી બચવા માટે તેનો ઉપયોગ થાય છે. એવી જ રીતે પીળો, ગુલાબી અને નારંગી વગેરે પ્રકારના દોરા મન્નતો તેમજ માન્યતાઓ હેઠળ પહેરવા વિષે તેમની પુસ્તકોમાં ઉલ્લેખ મળે છે.
ખુલાસો :- ઉપરોક્ત વાતથી સ્પષ્ટ રીતે ખબર પડી કે કાંડા પર અલગ અલગ રંગના દોરા બાંધવા આ એક ખાસ ધર્મના લોકોનું કૃત્ય અને પ્રતિક છે. જેનાથી પ્રભાવિત થઈને ધીરે ધીરે મુસલમાનો પણ તેના શિકાર થઈ રહ્યા છે.
   જ્યારે કે જે અકીદાઓ અને માન્યતાઓ ખાતર તેઓ આ પહેરે છે તેવી વસ્તુઓથી બચવાના ઉપાય પહેલેથી જ રસુલુલ્લાહ ﷺ બતાવી ચુક્યા છે. હદીષોમાં બતાવ્યા મુજબ શૈતાની અસર, જાદુ, બુરી નજરથી બચવા માટે કુર્આનની છેલ્લી બે સુરતો ( નાસ અને ફલક ) પઢીને દમ કરવાથી અલ્લાહ તઆલા આ બધી વસ્તુઓ થી હિફાઝત ફરમાવે છે. અને આપણે છીએ કે રસુલુલ્લાહ ﷺ ની તાલીમ છોડી ગેરોની તાલીમને પોતાની જીંદગીનો હિસ્સો બનાવી રહ્યા છીએ. આ એક ઘણી શર્મની વાત છે.
     તે માટે આ બધી વસ્તુઓથી બચવાની ખૂબ જ જરૂર છે.
(એક ગલત સોચ)
----------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)