ઘણા વર્ષોથી સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ઘણી પરિભ્રમણ કરતી જોવા મળે છે જે નિમ્ન મુજબ છે. " કયામતના દિવસે એક સવાલ આંગળીઓ ના નામ વિષે પણ પુછવામાં આવશે. તે માટે તેના નામ યાદ કરી લ્યો. ફરઝ઼,(અંગુઠો ત્યાર બાદ ક્રમવાર ) શહાદત, જન્નત, અમાનત, અને આમીન.
શુદ્ધિકરણ :-
ઉપરોક્ત જે વાત કહેવામાં આવી છે તે બિલકુલ બેબુનિયાદ અને મનઘડત વાત છે. બલ્કે આંગળીઓ ના જે નામ બતાવવામાં આવ્યા છે તે પણ ગલત બતાવવામાં આવ્યા છે. જ્યારે કે દુરુસ્ત નામ નીચે મુજબ છે.
➊ સૌથી નાની છેલ્લી આંગળી :- ખિન્સ઼ર, ➋ તેની બાજુમાં :- બિન્સ઼ર, ➌ બિલકુલ વચ્ચેની :- વુસ્ત઼ા, ➍ તેના પછીની :- સબાબા, ➎ અંગુઠો :- ઈબ્હામ.
તે માટે ઉપરોક્ત પોસ્ટને બયાન તેમજ શેયર કરવી જાઈઝ નથી.
[તહ્કિકાત : શૈખ હસ્સાન હફિઝહુલ્લાહ]
-----------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59