આ કિસ્સો પણ લોકોમાં ખૂબ જ પ્રચલિત છે કે." એક વખત હઝરત હુઝયફા બિન યમાનؓ શામ નામી દેશમાં શાહી દસ્તરખ્વાન પર ખાવા બેઠા હતા, અચાનક તેમના હાથમાંથી ખાવાનો કોળિયો પડી ગયો, તેને ઉઠાવી સાફ કરીને ખાવા બાબત ઈચ્છતા તેમના સાથીએ તેમને ટોક્યા તો હઝરત હુઝયફા બિન યમાનؓ એ કહ્યું કે " હું આ બેવકુફોના કારણે રસુલુલ્લાહ ﷺ ની સુન્નતને છોડી દઉં..? " ત્યાર બાદ તેમણે તે કોળિયો ઉઠાવી ખાય લીધો.
શુદ્ધિકરણ :-
ઉપરોક્ત કિસ્સો ઘણી શોધખોળ અને તલાશ કર્યા પછી પણ હદીષની કિતાબોમાં વર્ણવેલ મળતો નથી. અને જે બીજી કિતાબોમાં લખ્યો છે તે સનદ અને હવાલા વગર છે. તે માટે જ્યાં સુધી સહીહ સનદ ન મળે તેને બયાન કરવામાં સાવચેતી રાખવી જોઈએ.
અલબત્ત આના જેવો એક બીજો કિસ્સો હદીષની કિતાબ " ઈબ્ને માજા " ૩૨૭૮ નંબરની હદીષમાં વર્ણવેલ મળે છે જેનો ખુલાસો નીચે મુજબ છે.
" હઝરત મઅ્કિલؓ બિન યસાર ખાવા બેઠા હતા ત્યારે તેમના હાથમાંથી કોળીયો પડી ગયો તો તેમણે તેને ઉઠાવી સાફ કરીને ખાય લીધો, ત્યાના લોકોએ આ દ્રશ્ય જોતા આપસમાં વાતો કરવા લાગ્યા તો હઝરત મઅ્કિલؓ બિન યસાર એ કહ્યું કે હું આ લોકોને લીધે રસુલુલ્લાહ ﷺ ની સુન્નતને છોડી નથી શકતો.
તે માટે જે કિસ્સો સાબિત છે તેને બયાન કરવો જોઈએ, અને જે સનદ વગરનો છે તેને જ્યાં સુધી સનદ ન મળે ત્યાં સુધી બયાન કરવો દુરુસ્ત નથી.
[તહ્કિકાત : શૈખ હસ્સાન હફિઝહુલ્લાહ]
-------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59