મય્યિતના વાળ, નખ કાપવા અને રાત્રે દફન કરવા વિષે

Ml Fayyaz Patel
0
   લોકોમાં આ વાત પણ ખૂબ જ જોવા મળે છે કે મૃત્યુ પામનાર વ્યક્તિના નખ, વાળ મોટા હોય તો તેને ગુસલ આપતી વખતે કાપવામાં આવે છે. એવી જ રીતે મય્યિતને રાત્રે દફન કરવાને અશુભ તેમજ દુરુસ્ત ન હોવું સમજે છે.
શુદ્ધિકરણ :-
   મય્યિતના નખ, વાળ કાપવા તેમજ વાળમાં કાંસકી વગેરે કરવાને ઉલમાએ મકરૂહ તેમજ દુરુસ્ત ન હોવાનું લખ્યું છે. તે માટે આવું ન કરવું જોઈએ.
(قوله : ولايسرح شعره ولحيته، ولايقص ظفره وشعره) لأنها للزينة، وقد استغنى عنها، والظاهر أن هذا الصنيع لايجوز. قال في القنية: أما التزين بعد موتها والامتشاط وقطع الشعر لايجوز، والطيب يجوز
(البحرالرائق : ۵ / ۲۷۸)
   એવી જ રીતે મય્યિતને રાત્રે દફન કરવું બિલકુલ જાઈઝ છે. હઝરત અબુબક્રؓ ની દફન વિધિ પણ રાત્રે જ થઈ હતી. હાં દિવસે દફન કરવાને ઉલમાએ શ્રેષ્ઠ લખ્યું છે કે દિવસે વધારે લોકો જનાઝામાં હાજરી આપી શકે.
” لایکرہ الدفن لیلا “ ( الدر المختار :۱/۸۴۷ )
” والمستحب کونه نهارا “ ( رد المحتار: ۱/۸۴۷ )
صحیح البخاری باب الدفن باللیل : ۱/۱۶۴، ط : مصر، ۱۹۵۳ء
   તે માટે રાત્રે દફન કરવાને અશુભ તેમજ દુરુસ્ત ન હોવું સમજવું ગલત છે. બલ્કે રાત્રે દફન કરવું જાઈઝ છે.
[અલ્' મસાઈલુ'લ્ મુહિમ્મહ્ : ૬/૧૦૧, કિતાબુ'લ્ ફતાવા : ૩/૧૩૭, જામિઆ બિન્નોરી ટાઉન]
--------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)