અમુક ઔરતો સમજે છે કે જે ઔરતના હાથમાં બંગડીઓ યા કમ સે કમ કોઈ પણ એક નખ પર મહેંદી ન હોય એવી ઔરતના હાથનું પાણી પીવું મકરૂહ છે. અથવા ઔરતના જમણા હાથમાં બંગડીઓ વગેરેને જરૂરી સમજે છે ઔરત હોવાની ઓળખ માટે.
શુદ્ધિકરણ :-
ઉપરોક્ત વાતોની કોઈ હકીકત નથી બેબુનિયાદ છે. જ્યાં સુધી વાત છે આ હદીષની કે હઝરત આઇશાؓ બયાન કરે છે કે એક વખત રસુલુલ્લાહ ﷺ ને એક ઔરતે પડદા પાછરથી એક પત્ર આપ્યો. તો રસુલુલ્લાહ ﷺ એ પોતાનો હાથ પાછો ખેંચી લીધો અને કહ્યું કે મને ખબર નથી કે ઔરત નો હાથ છે કે મર્દનો છે. તે ઔરતે કહ્યું કે ઔરત છું. તો રસુલુલ્લાહ ﷺ એ કહ્યું કે તુ ઔરત હોત તો પોતાના નખોને (મહેંદી થી) બદલેલા હોત.
તો આ હદીષ વિષે ઉલમાએ આ મતલબ બયાન કર્યો છે.
→શેખ અબ્દુલ હકؒ નું કહેવું છે કે આ હદીષથી સાબિત થાય છે કે ઔરતો માટે મહેંદી મુસ્તહબ છે. અને તેને છોડવું મકરૂહે તન્ઝીહી છે.
→ઈમામ નવ્વીؒ નું કહેવું છે કે આ હદીષ અને બીજી ઘણી બધી હદીષોથી સાબિત થાય છે કે શાદીશુદહ્ ઔરત માટે મહેંદી લગાવવી મુસ્તહબ છે.
પરંતુ એનો મતલબ આ નથી કે તેના હાથનું ખાવું પીવું મકરૂહે તહરીમી છે. અથવા લગાવવી જરૂરી છે.
[અગ્લાતુ'લ અવામ : સફા. ૧૩૨]
----------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59