ગોશ્તના હાડકાં ચાવવા વિષે

Ml Fayyaz Patel
0
     આ વાત પણ વધુ પ્રમાણમાં સાંભળવામા આવે છે કે ગોશ્તના હાડકાં ને ચાવવા ન જોઈએ. કેમકે... તે હાડકાં પર અલ્લાહ તઆલા જીન્નાતો માટે રોજી પેદા કરે છે.
શુદ્ધિકરણ :-
     ઉપરોક્ત વાતમાં આ વાત તો દુરુસ્ત છે કે અલ્લાહ તઆલા જીન્નાતો માટે રોજી પેદા કરે છે. પરંતુ આવું કહેવું કે તે માટે હાડકાં ન ચાવવા જોઈએ દુરુસ્ત નથી.
       કેમકે જેવી રીતે અલ્લાહ તઆલા હાડકાં પર જીન્નાતો માટે રોજી પેદા કરવા પર શક્તિ ધરાવે છે એવી જ રીતે હાડકાં વગર પણ રોજી પેદા કરવાની તેની પાસે શક્તિ છે. કેમકે અલ્લાહ તઆલા સર્વ શક્તિમાન છે.
     તે માટે એમ કહેવું કે હાડકાં ન ચાવવા જોઈએ દુરુસ્ત નથી.
[અલ્' મસાઈલુ'લ્ મુહિમ્મહ્ : ૬ / ૨૯૫]
--------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)