ખાધા પહેલા અને પછી લોકોમાં આ દુવા પણ પ્રચલિત છે કે ખાધા પહેલા
بِسْمِ اللّٰهِ وَعَلٰى بَرَكَةِ اللّٰهِ
અને ખીધા પછી :
اَلْحَمْدُلِلّٰهِ الَّذِيْ اَطْعَمَنَا وَسَقَانَا وَجَعَلَنَا مِنَ الْمُسْلِمِيْنَ
પઢાય છે.
શુદ્ધિકરણ :-
આ બંન્ને દુવા હદીષથી સાબિત છે પરંતુ ખાધા પહેલાની દુવામાં (عَلٰى ,અલા) અને ખાધા પછીની દુવામાં ( مِنْ, મીન્) સાબિત નથી બલ્કે તે બંન્ને શબ્દો બંન્ને દુવામાં વધારાના છે.અને ખાધા પહેલાની દુવામાં عَلٰى ની જગ્યાએ (وَ, વાવ્) સાબિત છે.
તે માટે શ્રેષ્ઠ અને ઉત્તમ આ છે કે તે શબ્દોમાં દુવા પઢવામાં આવે જે શબ્દો હદીષમાં સાબિત છે. કેમકે એક વખત રસુલુલ્લાહﷺ એક સહાબીને દુવા શીખવી રહ્યા હતા તો તે સહાબીએ "નબી" ની જગ્યાએ "રસુલ" શબ્દનો ઉચ્ચાર કર્યો તો રસુલુલ્લાહﷺ અે તે સહાબીને તરત જ રોક્યા અને જે શબ્દ (નબી) પોતે બોલ્યા હતા તે જ શબ્દ બોલવાનું કહ્યું. જ્યારે કે નબી શબ્દની તુલનામાં રસુલ શબ્દમાં વધારે માન અને મર્યાદા છે.
મુફતી-એ-આઝમ-એ-હિંદ મુફતી કિફાયતુ'લ્લાહؒ એક સવાલના જવાબમાં લખે છે કે જેટલી પણ દુવાઓ છે તેમાં તે જ શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ જે હદીષમાં આવે છે. પોતાની તરફથી બીજા શબ્દોનો ઉપયોગ મકરૂહ છે.
★ હદીષથી સાબિત દુવા :
بِسْمِ اللّٰهِ وَ بَرَكَةِ اللّٰهِ
اَلْحَمْدُلِلّٰهِ الَّذِيْ اَطْعَمَنَا وَسَقَانَا وَجَعَلَنَا الْمُسْلِمِيْنَ
[અલ્' મસાઈલુ'લ્ મુહિમ્મહ્ : ૮ / ૩૦૮]
--------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59