ગેર મુસ્લિમની મોતની ખબર સાંભળી પઢવાની દુવા વિષે

Ml Fayyaz Patel
0
     આ વાત પણ લોકોમાં ઘણી પ્રચલિત છે કે જ્યારે કોઈ ગેર મુસ્લિમની મોતની ખબર સાંભળે ત્યારે અથવા તેના મૃતદેહને જોવે ત્યારે આ દુવા પઢવી જોઈએ :
فِيْ نَارِ جَهَنَّمَ خٰلِدِيْنَ فِيْهَا أَبَدًا
તેઓ હમેશા જહન્નમની આગમાં રહે
શુદ્ધિકરણ :-
આ વાત હદીષ કે ફીકહ (મસાઈલ) ની કોઈ પણ કિતાબમાં લખેલી મળતી નથી.
     હાં ! કોઈ પણ વ્યક્તિ મુસ્લિમ હોય કે ગેર મુસ્લિમ જ્યારે તેની મોતની ખબર સાંભળે અથવા તેના મૃતદેહને જોવે ત્યારે પોતાની મોતને યાદ કરવાનું પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. જેના માટે શ્રેષ્ઠ શબ્દો આ છે :
 إِنَّا لِلّٰهِ وَإِنَّا إِلَيْهِ رَاجِعُوْنَ
અમે અલ્લાહની જ માલીકી હેઠળ છીએ. અને અલ્લાહ પાસે જ પાછું જવાનું છે
[અલ્' મસાઈલુ'લ્ મુહિમ્મહ્ : ૫ / ૧૪૨]
---------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)