ઘણા વર્ષોથી વારે ઘડીએ “ ખાસ જરૂરી એલાન ” ના શીર્ષકથી છપાયેલી એક પત્રિકા જોવા મળે છે, જેમાં મદીનહ મુનવ્વરહના કોઈ શેખ અહમદ તરફથી વસિય્યતનામુ બહાર પાડવામાં આવ્યું છે. આ વસિય્યતનામામાં તેઓએ પોતાના એક ખ્વાબનું (સ્વપ્નનું) વર્ણન કયુઁ છે જેનો ખુલાસો આ છે કે :
હઝરત રસૂલુલ્લાહ ﷺ ની તેઓને ખ્વાબમાં ઝિયારત થઈ અને આપ ﷺ એ તેઓને ઉમ્મતની વર્તમાન પરિસ્થિતી બતાવી કે આ સપ્તાહમાં સાઠ (૬૦) હજાર માણસો મૃત્યુ પામ્યા,જેમાં એક પણ ઈમાનવાળો ન હતો, ઓરત પોતાના પતિની સેવા નથી કરતી,અવલાદ મા-બાપનું કહેવું નથી માનતી, ઓરતોએ પર્દો છોડી દીધો છે,માલદારો ગરીબોનો ખયાલ નથી રાખતા અને હજ માટે નથી જતા, કયામત નજીક છે, તવબહનો દરવાજો બંધ થઈ જશે.
અને પાછું છેલ્લે આમ પણ લખેલું હોય છે કે તેને છપાવવાના અને વહેંચવાના આટલો નફો અને ન કરવામાં આટલું નુકસાન થશે.
શુદ્ધિકરણ :-
ઉપરોક્ત જે પત્રિકાનું વર્ણન છે તેમાં લખવામાં આવેલી મોટા ભાગની વાતો અને ખ્વાબ મનઘડત, બનાવટી, જૂઠ અને પાયાહીન છે. ભૂતકાળમાં પણ શેખ અહમદના ખ્વાબની પત્રિકાઓ છપાઈ ચૂકી છે.
મદીનહ મુનવ્વરહના રહેવાસી ઉલમાએ કિરામ અને હાજીઓની તપાસ અને તલાશ મુજબ ન પહેલાં ત્યાં કોઈ આવો ખ્વાબ જોનાર શેખ અહમદ હતા અને ન હાલ એ નામના મજકૂર ખ્વાબ જોનાર કોઈ માણસ મવજૂદ છે અને ન બીજા કોઈ માણસ વિષે આવો ખ્વાબ જોવાની કોઈ ઘટના બની છે અને ઘણા લોકોના પ્રત્યક્ષ અનુભવથી પત્રિકાની વાતો ગલત પુરવાર થઈ છે.
તે માટે આવી જુઠી ખબરો ફેલાવવી ના જાઈઝ અને ગુનાહનું કામ છે. જેનાથી દરેક મુસલમાન માટે બચવું જરૂરી છે.
[ઝુબ્દતુ'લ્ ફતાવા : ૧ / ૪૪૦]
--------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59